સેક્સ ક્યારે ન કરવું જોઈએ ને શા માટે? ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા છે આ કારણો

12 Jun, 2015

 આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે. હિન્દુધર્મ મુજબ નવરાત્રિ, દિવાળી, શ્રાદ્ધ, હોળી, અમાસ, પૂનમ, અગિયારસ વગેરે તિથિઓ પર ધાર્મિક આચરણની સાથે જાતીય સંબંધો રાખવાની મનાઈ છે.

       
સનાતન ધર્મમાં સમાગમના સંબંધમાં ઘણા આવશ્યક નિર્દેશ આપવામાં આવ્યા છે. લગ્ન ઉપરાંત સમાગમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમાગમના માધ્યમથી જ દંપત્તિના અંશરૂપે સંતાનનો જન્મ થાય છે. તમારી સંતાન કેવી હશે? આ તમારા સમાગમનો સમય નિર્ધારિત કરે છે.
 
સંસાર વ્યવહાર અર્થાત્ સ્ત્રી-પુરુઓએ ક્યારે સેક્સ ન કરવું જોઈએ તે અંગે આપણે ત્યાં અનેક મતમતાન્તરો જોવા મળે છે. પશ્ચિમી સંસ્કૃતિને વરેલ આધુનિક વિજ્ઞાન તો સેક્સને ગમે ત્યારે છુટ આપતું હોય, પરંતુ ધાર્મિક આચરણ કરનાર વ્યક્તિઓ આ બાબતે ઘણા અસંમજસમાં રહે છે. વ્યક્તિ પોતાની લાગણીવશ કે ઈચ્છાવશ સેક્સને તાબે થઈ જાય તો તેને ઘણા સમય સુધી મનમાં કંઈક ખોટું થઈ ગયાની લાગણી અનુભવે છે. જો કે આ અંગે આપણે ત્યાં પ્રાચીનકાળથી જ ધર્મગ્રંથો અને આયુર્વેદમાં સેક્સ સંબંધી સમયકાળને નક્કી કરવામાં આવ્યો છે. તેથી જ આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ક્યારે સેક્સ ન માણવું અથવા સંસાર વ્યવહાર ન કરવો?
 
-આ સંબંધમાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે રાત્રિના પ્રથમ પ્રહર સમાગમ માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. એવું માનવામાં આવે છે કે રાતના પ્રથમ પ્રહરમાં કરેલા સમાગમથી ઉત્પન્ન થનારી સંતાનને શિવના આશીર્વાદ મળે છે. અને આ સંતાન પૂર્ણ રીતે ધાર્મિક, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનારું, ભાગ્યવાન અને દીર્ઘાયુ થાય છે.
 
-માન્યતા છે કે રાત્રિના પ્રથમ પ્રહર પછી રાક્ષસગણ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. અને તે દરમિયાન કરવામાં આવતા સમાગમથી ઉત્પન્ન થનારી સંતાન રાક્ષસોના સમાન ગુણોવાળી, માતા- પિતાનો અનાદર કરનાર,ભાગ્યહીન અને ખરાબ વ્યસનોમાં ખુંપનારી બને છે. રાત્રિનો પ્રથમ પ્રહર રાતના 12 વાગે સુધી માનવામાં આવે છે.
 
-વૈદિક ધર્મ અનુસાર આ સમય સિવાય અન્ય સમયે સમાગમ કરનારા દંપતી ઘણા પ્રકારના શારીરિક, માનસિક અને આર્થિક દુખ ભોગવે છે. રાતના 12 વાગ્યા પછી સમાગમ કરનારા ઘણા પ્રકારની બીમારીઓ વેઠે છે.  જેમ કે અનિદ્રા, માનસિક તણાવ, થાક અને અન્ય શારીરિક બીમારીઓ ઘેરી લે છે. આ સાથે તેમને દેવી- દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી.
 
-નિષિદ્ધ રાત્રિઓઃ- પૂનમ, અમાસ, એકમ, આઠમ, અગિયારસ, ચૌદસ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, શિવરાત્રિ, નવરાત્રિ વગેરે પર્વોની રાત્રિઓ, શ્રાદ્ધના દિવસો, ચતુર્માસ, પ્રદોષકાળ, ક્ષયતિથિ(બંને તિથિઓનો સમન્વય કાળ) તથા માસિક ધર્મના ચાર દિવસ સમાગમ ન કરવો જોઈએ. શાસ્ત્રવર્ણિત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
 
-દિવસે અને બંને સંધ્યાના સમયે જે સૂવે અને સ્ત્રી સહવાસ કરે છે એ સાત જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે.(બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીકૃષ્ણજન્મ ખંડ-75-80)
 
 -માતા-પિતાની મરણતિથિ, પોતાની જન્મતિથિ, નક્ષત્રોની સંધિ(બે નક્ષત્રો વચ્ચેનો સમય) તથા અશ્વિની, રેવતી, ભરણી, મઘા, મૂળ- આ નક્ષત્રોમાં સમાગમ વર્જિત છે.
 
-જે લોકો દિવસે સ્ત્રી સાથે સમાગમ કરે છે તેઓ સાચે જ પોતાના પ્રાણોને ક્ષીણ કરે છે.(પ્રશ્નોપનિષદઃ1.13)
 
 -દિવસે સ્ત્રી-સમાગમ પુરુષ માટે અત્યંત ભારે આયુનાશક માનવામાં આવે છે.(સ્કંદ પુરાણ, બ્રહ્મ ખંડ, ધર્માણ્ય મહાત્મ્યઃ 6.35) 
 
-પરસ્ત્રીગમનથી મનુષ્યનું આયુષ્ય ઘણું જલદી સમાપ્ત થઈ જાય છે. આથી કોઈપણ વર્ણના પુરુષે પરસ્ત્રીનો સંસર્ગ ન કરવો જોઈએ. આના સમાન સંસારમાં આયુષ્ય નષ્ટ કરનાર અન્ય કોઈ કાર્ય નથી. સ્ત્રીઓના શરીરમાં જેટલા રોમકૂપ હોય છે. એટલાં હજાર વર્ષ સુધી વ્યાભિચારી પુરુષે નરકમાં રહેવું પડે છે.(મહાભારત, અનુશાસન પર્વ)
 
-જો પત્ની રજસ્વલા હોય તો એની પાસે ન જવું તથા એને પણ પોતાની પાસે ન બોલાવવી, શાસ્ત્રની અવજ્ઞા કરવાથી ગૃહસ્થ જીવન દુઃખમય બને છે, વધારે સમય સુધી સુખી જીવન નથી જીવી શકાતું.(મહાભારત, અનુશાસન પર્વ)
 
-લગ્ન કરવાં પરંતુ સંયમ-નિયમથી રહેવું. બ્રહ્મચર્ચનું પાલન કરવું.
 
 

Loading...

Loading...