ધોનીએ રંગ રાખ્યો; વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટથી હરાવી ભારત QFમાં

07 Mar, 2015

પર્થ – વર્લ્ડ ચેમ્પિયન્સ ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં ગ્રુપ-Bમાં પોતાની વિજયકૂચ જાળવી રાખી છે. તેણે આજે અહીં વેસ્ટ ઈન્ડિઝને તાણભરી સ્થિતિમાં ૪-વિકેટથી પરાજીત કરી દીધું છે અને ક્વૉર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

વેસ્ટ ઈન્ડિઝે તેના કેપ્ટન જેસન હોલ્ડરના ૫૭ રનની મદદથી ૪૪.૨ ઓવરમાં ૧૮૨ રન કર્યા હતા, ભારતે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જવાબદારીભર્યા અણનમ ૪૫ રનની મદદથી ૩૯.૧ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૮૫ રન કરીને મેચ જીતી લીધી છે.