National

iPhone 6S અને 6S પ્લસમાં '3D’ ટચ ડિસ્પ્લેની સાથે હોઇ શકે છે નવા ફિચર્સ

 એપલના નવા આઇફોનને લૉન્ચ થવામાં માત્ર એક દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે આ ફોનના ફિચર્સને લઇને માર્કેટેમાં નવી નવી અફવાઓ અને અટકળો વહેતી થઇ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ નવા આઇફોન 6Sમાં '3D ટચ ડિસ્પ્લે હશે અને તે પ્રેશસ-સેન્સિટીવ (ફોર્સ ટચ) ટેકનોલૉજી પર કામ કરે છે. આ ટેકનોલૉજીનો ઉપયોગ કંપની અગાઉ એપલ વૉચમાં કરી ચૂકી છે.

 
ફોર્સ ટચની મદદથી એપલ ડિવાઇસીસમાં એકજ સમયે મલ્ટીપલ ફંક્શનનો યૂઝ કરી શકાય છે. ઉદાહરણ તરીકે એપલ વૉચમાં ફોર્સ ટચથી યૂઝર્સ સીધો મેન્યૂમાં જઇને વૉચનો ફેસ બદલી શકે છે. એવી જ રીતે તમારે મેપનો ઉપયોગ કરવો હોય તો તમારે કોઇ મેન્યૂમાં જવાની જરૂર નથી સીધો જ ટ્રેકપેડ પર ફોર્સ ટચ કરીને આ ડિવાઇસ લોકેશન બતાવે છે. 
 
આઇફોન 6Sમાં ફોર્સ ટચના ઉપયોગથી યૂઝર મેપમાં સ્પોર્ટ્સ શોધી શકે છે અથવા તો ફોર્સ ટચમાં એપલ મ્યૂઝીક મેન્યૂ ઓપ્શનમાં પોતાના મનપસંદ મ્યૂઝીકને શોધી શકે છે 
 
આઇફોન 6Sની ડિઝાઇનમાં શું હોઇ શકે છે ખાસ 
 
* બેજલ (સ્ક્રીનની સાઇડ બૉડી) બહુજ પાતળી હશે. 
* એજ ટુ એજ સ્ક્રીન હશે જે ખુબ જ સ્ટાઇલિશ હશે. 
* ટચ આઇ અને હોમ બટન હોમ સ્ક્રીન પર જ હશે. 
* બેક સાઇડ પર કેમેરા પ્લેસમેન્ટ અને સેન્સર ડિઝાઇન બદલી હશે. 
 
નોટ: અત્યારે બધા જ ફોટો અને ફિચર્સ ઇન્ટરનેટ પર જ લીક થયા છે. ફોન વિશે કોઇ સત્તાવાર માહિતી કે ફોટોઝ કંપનીએ આપ્યા નથી.

Releated News