National

કૌરવોના નાશનું કારણ કેમ બની દ્રોપદી, કેવી રીતે થયો તેનો જન્મ

[ઇતિહાસ] હિન્દુ ધર્મના મહાકાવ્ય મહાભારતમાં દ્રોપદીને આગમાંથી જન્મેલી પુત્રીના રૂપમાં વર્ણિત કરવામાં આવી હતી. પાંચાલના રાજા ધ્રુપદ હતા, જેમને કોઇ સંતાન ન્હોતી, તેમણે એક યજ્ઞ કરાવ્યો જેમાં દ્રોપદીનો જન્મ થયો. તે પાંચ પાંડવોની રાણી બની અને કહેવામાં આવે છે કે તે એ સમયની સૌથી સુંદર સ્ત્રી હતી. ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે દ્રોપદીના પાંચ પુત્ર હતા, જે દરેક પાંડવોના હતા. યુધિષ્ટિરથી પૃથ્વીવિંધ્યા, ભીમથી સુતાસોમા, અર્જુનથી શ્રુતાકર્મા, નકુલથી સાતાનિકા અને સહદેવથી શ્રુતાસેના હતા. દ્રોપદી, આજીવન કુંવારી રહી હતી. તમામ પુત્રોનો જન્મ દેવોના આહ્વાનથી થયો હતો.

આવો જાણીએ મહાભારતનું મુખ્ય કારણ એવી દ્રોપદીના જન્મ વિશે...

દ્રોપતિના જન્મનું કારણ

પાંચાલના રાજા ધ્રુપદને કોઇ સંતાન ન્હોતી પોતાના રાજપાટને સંભાળવા માટે ઉત્તરાધિકાર ન્હોતો. ઋષિ દ્રોણ સાથે તેમને મતભેદ હતો. અર્જુને તેમના અડધુ રાજ્ય જીતીને દ્રોણને આપી દીધું હતું.

બદલાની ભાવના
રાજા ધ્રુપદમાં આ વાતને લઇને ખૂબ જ નિરાશા હતી અને તેઓ તેનો બદલો લેવા ઇચ્છતા હતા, જેના માટે તેમણે એક યજ્ઞ કરાવ્યું અને આ યજ્ઞ થકી દ્રોપદીનો જન્મ થયો સાથે જ એક પુત્ર પણ જન્મ્યો જેનું નામ હતું દષ્ટદુમ્યા.

કુરુવંશનું પતન
જ્યારે દ્રોપદીનો જન્મ થયો, ત્યારે જ આકાશવાણી થઇ કે આ યુવતી, કુરુવંશના પતનનું કારણ બૂનશે.

દ્રોપદીનું વિવરણ

મહાભારતમાં દ્રોપદીને ખૂબ જ સુંદર વર્ણવવામાં આવી છે. કહેવામાં આવે છે કે તેની આંખો, ફૂલોની પંખુડીઓ જેવી હતી, તે ખૂબ જ કુશાગ્ર અને કળામાં દક્ષ હતી. તેના શરીરથી કમળની સુગંધ આવતી હતી.

દ્રોપદી માટે સ્વયંવર

જ્યારે દ્રોપદી માટે સ્વયંવર રચવામાં આવ્યું હતું, ત્યારે પાંડવોને અજ્ઞાતવાસ મળ્યો હતો. રાજા ધ્રુપદે પોતાની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું અને એક ધનુષ પ્રતિયોગિતા રાખી હતી. આ પ્રતિયોગિતા જીતનારની સાથે દ્રોપદી સાથે લગ્ન કરાવવાની જાહેરાત કરી.

 સર્વોત્તમ ધર્નુધર

ધ્રુપદનું કહેવું હતું કે આ પ્રતિયોગિતામાં જે વ્યક્તિ તીરને નિશાના પર મારી દેશે, તે જ મારી પુત્રી સાથે વિવાહ કરી શકશે, જેથી તેમની પુત્રીના વિવાહ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી સાથે થઇ શકે.

અજ્ઞાતવાસ પાંડવ

પોતાના અજ્ઞાતવાસ દરમિયાન ભોજન લેવા નિકળ્યા હતા, જ્યાંથી તેઓ દ્રોપદીના વિવાહમાં જઇ ચડ્યા. જ્યાં અર્જુને પોતાની વિદ્યાથી દ્રોપદીને જીતી લીધી. પાછા ફરતા કુંતી ધ્યાનમાં બેઠા હતા અને તેમણે અર્જુને જીતેલી વસ્તુને પાંચેયમાં વહેંચી લેવા જણાવ્યું, જેના કારણે પુત્રોએ પત્નીની પણ વહેંચણી કરવી પડી.

ઉત્તરાધિકારી

પાંડવોના પ્રવાસ દરમિયાન, દ્રોપદી પણ તેમની સાથે રહી. બાદમાં તેઓ હસ્તિનાપુર પાછી આવી અને પાંડવોની સાથે રહી. ત્યાં પણ તેમની મુશ્કેલીઓમાં ઘટાડો ના થયો. કૌરવના પુત્ર દરેક ક્ષણે તેમનું અપમાન કરતા રહ્યા.

ખાંડવપ્રસ્થ

પાંડવ પુત્રોને રાજ્યમાં ખાંડવપ્રસ્થ આપી દેવામાં આવ્યું હતું, જ્યાં તેમને રહેવાનું હતું. આ સ્થાન બિલકૂલ રણ જેવો હતો. ભગવાન શ્રીકૃષ્ણની મદદથી આ સ્થાનને ઇંદ્રપ્રસ્થ બનાવવામાં આવ્યું. ઘાટીમાં એક મહેલનું નિર્માણ પણ કરવામાં આવ્યું.

 રાજાસુયા યજ્ઞ
આ યજ્ઞને કરવાથી પાંડવોએ ઘણા પ્રકારની આરાધના કરીને, ઇશ્વરનું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું. જેનાથી તેમને ઘણી શક્તિઓ પ્રાપ્ત થઇ ચૂકી હતી.

દ્રોપદીને ભારતની પહેલી નારીવાદી

માનવામાં આવે છે કે દ્રોપદી, ભારતની પહેલી સ્ત્રીવાદી હતી. તેણે પોતાના સમયમાં મહિલાઓ પર થનારા અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમના હિતની વાત કહી હતી. કૌરવોના અત્યાચાર પર પણ તે ખુલીને બોલતી હતી.

સુંદરતા જ બન્યું સંકટ

દ્રોપદી ખુબ જ સુંદર હતી, અર્જુને તેમને જીત્યા હતા પરંતુ તેઓ પાંડવોની રાણી બન્યા. તે એટલી સુંદર હતી કે દૂર્યોધનની પણ તેની પર ખરાબ નજર હતી. તેમની સુંદરતા જ તેમના માટે મોટી સમસ્યા બની ગઇ.

પાંચ પતિઓની પત્ની

દ્રોપદીમાં એવા ગુણ હતા કે તે પાંડવોને સારી રીતે સમજાવી શકતી હતી. તે પાંચેય પાંડવોને પોતાના પતિ સમાન માનતી હતી અને તેમને સન્માન આપતી હતી. જોકે આ કારણથી ચીરહરણ દરમિયાન કર્ણએ તેને વૈશ્યા પણ કહી દીધી હતી.

 

 

 

Releated News