ગુજરાતના ખેડૂતોની શોધ પહોંચી કેન્યા, ગરીબ ખેડૂતો માટે બની વરદાન

22 Jul, 2016

ગુજરાતના ખેડૂતોની શોધ પહોંચી કેન્યા, ગરીબ ખેડૂતો માટે બની વરદાન
 ગુજરાતનું અમરેલી ગામનું નામ આજકાલ આફ્રિકામાં જાણીતું થઈ ગયું છે. તેનું કારણ છે અમરેલીના એક ખેડૂતની ખાસ શોધ. મનસુખ જગાણી નામના ખેડૂતે એક ખાસ મશીન બનાવ્યું છે, જેનું નામ છે 'બુલેટ સાન્તિ'. ખાસ ગરીબો માટે બનાવેલું આ ઉપકરણ 2012થી આફ્રિકાના ખેતી ક્ષેત્રમાં આવેલી ક્રાંતિમાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. હવે આ આવિષ્કાર ઔપચારિક રીતે આફ્રિકામાં લોન્ચ થવા જઈ રહ્યું છે.
 આશા છે કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી કેન્યા પણ જશે અને આ દરમિયાન તેમના ગૃહ રાજ્ય ગુજરાતનું નામ પણ આફ્રિકાના લોકોમાં ચર્ચાનો વિષય બનેલું છે.
 આફ્રિકાના ગરીબ ખેડૂતો માટે આ શોધ એક વરસાદ સાબિત થઈ છે. તેની મદદથી ખેતર ખેડવાની પડતર બળદોથી કામ લેવા કરતાં પણ ઓછી છે. આ બુલેટ શાંતિ હકિકતમાં એક ત્રણ પૈંડાનું મશીન છે, જેમાં હળને બાઈકના એન્જિનથી ચલાવાય છે. 1993માં બળદો વેચાઈ ગયા બાદ ખેડવાની સમસ્યાનો સામનો કરી રહેલા મનસુખ ભાઈએ આ મશીન બનાવ્યું. ધીરે-ધીરે આ મશીન ગુજરાતમાં એટલું પ્રચલિત થઈ ગયું કે, હળનો વિકલ્પ બની ગયું. ઉલ્લેખનીય છે કે, ટેકનિકલ રૂતે આટલી વિકસિત શોધ કરનાર મનસુખભાઈ માત્ર 3 ધોરણ ભણ્યા છે.
 શહેરની જ એક એનજીઓના કાર્યકર્તાએ જણાવ્યું કે, 2012માં મનસુખભાઈને નૈરોબીની જેકે યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજીમાં પોતાની શોધ વિશે કેન્યાના ખેડૂતોને જાણકારી આપવા બોલાવાયા હતા. તે પછી મનસુખભાઈની શોધે ગુજરાતથી કેન્યા સુધી સફર કરી.
 કાર્યકર્તાએ જણાવ્યું કે, તાજેતરમાં લગભગ 75 ખેડૂતોએ આ મશીનનું બુકિંગ કરાવ્યું છે અને 2 હજાર હજુ લાઈનમાં છે. આ મશીનનું ટ્રાયલ 14 દેશોમાં અપાઈ ચૂક્યું છે. હાલ કેન્યામાં 100 ખેડૂતો પહેલાથી જ તેનો ઉપયોગ કરી રહ્યા છે અને આ મહિનાના અંત સુધીમાં કેન્યામાં તે ઔપચારિક રીતે લોન્ચ કરી દેવાશે.
 મનસુખભાઈએ જણાવ્યું કે, 'જ્યારે હું કેન્યા ગયો હતો ત્યારે જોયું કે, ત્યાં પ્લેટો છે અને તે કારણે ત્યાં 3 પૈડાંવાળા મશીનનો ઉપયોગ જોખમભર્યો બની શકે છે અને તે પછી જ તેને ચાર પૈડાંવાળું બનાવી દેવાયું. મેં પહેલા તેનું નામ 'સાન્તિયો' રાખ્યું હતું, પરંતુ બાદમાં તેને બદલીને સૂજા કરી દીધું. '