માતાથી વિખુટા હરણનાં બચ્ચાને ગાયોએ દૂધ પીવડાવીને અપનાવ્યું

16 Jul, 2015

રાજુલામાં સાવરકુંડલા રોડ પર આવેલી પુંજા બાપુ ગૌ શાળામાં માતાથી વિખુટા પડેલા હરણનાં બચ્ચાંને ગાયોએ દુધ પીવડાવી અપનાવ્યું છે ગાય, હરણ, મનુષ્યો વચ્ચે અનોખી દોસ્તી પાંગરી છે.
દોસ્તીની અનોખી મીસાલ હાલ રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલી પુંજા બાપુ ગૌશાળામાં જોવા મળી રહી છે. અહીં તોડા સમય પહેલા કોઈ નાનું નીલગાયનું બચ્ચું રસ્તેથી કોઈને મળી આવ્યું હતું. જેથી કોઈ તેને પુંજા બાપું ગૌશાળામાં મુકી ગયું હતું. પરંતુ સમયાન્તરે આ નાનું બચ્ચું થોડુ મોટુ અને વિકસીત થતા તેને કપાળે શીંગડાં ઉગી નીકળતા આ નીલ ગાયનું બચ્ચું હરણ હોવાનું ફલીત થયું હતું. આ હરણનું બચ્ચું હાલ ગાયોનું દુધ પી ઉજરી રહ્યું છે. અહીં ગૌશાળાનાં સેવક જયરાજભાઈ ખુમાણ ગૌશાળામાં આવતા જ તેની પાસે જઈ ચાંટવા લાગે, ધીંગા મસ્તી કરે તેમ જ દરેક ગાયોને પોતાની માતા સમજી આ બચ્ચું ગમે તે ગાયનું દુધ પીવે ત્યારે હરણ સામાન્ય રીતે ટોળામાં જ હોય અને અતી ચંચળ પ્રાણી છે. બીજા પ્રાણીઓની ફરજ રહે છે ત્યારે વિખુટા પડેલા આ હરણનાં બચ્ચાને ગાયોએ દુધ પીવડાવી અપનાવી લીધું છે. જેથી ગાયો અને હરણની દોસ્તી મીશાલ બનવા પામી છે.