પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે ગુજરાત

07 Jan, 2015

જાન્યુઆરી: મહાત્મા ગાંધીની દક્ષિણી આફ્રિકાથી સ્વદેશ વાપસીને સો વર્ષ થવાના અવસર પર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ઉજવવામાં આવી રહેલા પ્રવાસી ભારતીય દિવસની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આવતીકાલથી પ્રવાસી ભારતીય દિવસ શરૂ થશે જેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભાગ લેશે. તેનો આગાજ ગાંધીનગરના મહાત્મા મંદિરથી થશે. ગાંધીનગરના મહાત્મા મંદિરને શણગારવાનું કામ પુરૂ થઇ ગયું છે. અહીં સભાખંડોમાં ત્રણ દિવસ સુધી દેશ-વિદેશથી આવેલા મહેમાનોને ભારતમાં રોકાણની અપીલ કરવામાં આવશે. પ્રથમ દિવસ યુવાનોના નામે હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જાન્યુઆરીના રોજ આ આયોજનમાં ભાગ લેશે.
 
પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સુરક્ષાને લઇને રાજ્ય સરકાર ખૂબ સર્તક થઇ ગઇ છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ચૂક ના રહે તેના માટે ગાંધીનગરમાં ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી, બીએસએફ, એરફોર્સ અને ગુજરાતની મરીન પોલીસનું જોઇન્ટ કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Loading...

Loading...