International

સા.આફ્રિકામાં 'ગાંધી થાળી' પીરસાશે

૧૫ દિવસમાં સાઉથ આફ્રિકન ટુરિઝમ દ્વારા ભારતના ૧૫ શહેરોમાં ૧,૬૦૦ ટુર ઓપરેટરને તાલીમ અપાશે

અનેક એવા દેશો છે જે ટુરિઝમ પર નિર્ભર છે. ટુરિઝમ દ્વારા દેશને થતી આવતા વધુને વધુ મળી રહે તે માટે વિશ્વના અનેક દેશો પ્રવાસીઓના આધારે પોતાના દેશમાં ફેસેલીટી ઉભી કરતા હોય છે જેમ કે સાઉથ આફ્રિકા દ્વારા ભારતીયોના પ્રિય ગાંધીબાપુની મનગમતી ગાંધી થાળી, ગાંધી મેપ અને ઈન્ડિયન અને સ્પેશ્યલ ગુજરાતી  રેસ્ટોરેન્ટ ઉભી કરી છે આની પાછળનું મુખ્ય કારણ પ્રવાસીઓની સુવિધા છે. હવે સાઉથ આફ્રિકન ટુરિઝમ દ્વારા સાઉથ આફ્રિકા ટુરિઝમનો લોકપ્રિય ટ્રેનિંગ પ્રોગ્રામ લર્ન સાઉથ આફ્રિકા ભારતના ૧૫ શહેરોમાં રજૂ કરશે જેના દ્વારા ૧૬૦૦ કરતા પણ વધુ ટ્રાવેલ એજન્ટોને માહિતગાર કરાશે કે ઈન્ડિાયથી આવતા પ્રવાસીઓને ક્યાં રાખવા, કયાં જમાડવા અને ગાંધીજી કે નેલશન મંડેલા વિશેની વિષેશ માહિતી કયા સ્થળેથી મેળવવી, ગાંધી થાળી ક્યાં જમી શકાશે જેવી અનેક માહિતી આપવામાં આવશે.
આ અંગે માહિતી આપતા સાઉથ આફ્રિકા ટુરિઝમના કન્ટ્રી મેનેજર હેનેલી સ્લેબર કહે છે કે અમને લાગ્યુ કે ભારતીય પ્રવાસીઓનું વર્તન બદલાઈ રહ્યુ છે. તેઓ સરળ સ્થળને જોવાના બદલે ઈન્ડિયન ને લગતી કે તેને ટચ થતી કઈ વસ્તુ આાફ્રિકામાં છે તે જોવાનું વધુ પસંદ કરે છે. ગયા વર્ષે ૧ લાખ ૨૦ હજાર ભારતીય પ્રવાસીઓએ સાઉથ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જેમાંથી ૧૦ ટકા કરતા વધારે ગુજરાતીઓ હતા.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News