ફેસબુક લાવ્યું તેનું યર એન્ડર 2014, જાણો તેમાં શું છે ખાસ

11 Dec, 2014

ફેસબુક પર કેટલાય લોકો રોજની કેટલીય એક્ટીવીટી શેર કરે છે. કોઈ ક્યાંય ફરવા પણ ગયા હોય તો ત્યાં તેઓ પોતાની જાતને ચેક ઈન કરે છે. કોઈ ન્યૂઝની વાત હોય તો તેના પર ચર્ચા કરે છે અથવા કોઈ રસપ્રદ શેર કરવાની હોય તો ફેસબુક તેના માટે બેસ્ટ ઓપ્શન હોય છે.

2014માં ફેસબુક પર કોઈ સેલીબ્રિટી વિશે સૌથી વધારે ચર્ચા થઈ અથવા કયો ટોપીક સૌથી વધારે ટ્રેન્ડમાં રહ્યો તે વિશે મતારે જાણવું હોય તો તમારે ફેસબુકની સાઈટ yearinreview.fb.com જોવી પડશે. ફેસબુકે આ સાઈટ મંગળવારે લોન્ચ કરી છે.

ફેસબુક પર દુનિયાના કયા ટોપિસ સૌથી વધારે ચર્ચામાં રહ્યાં તેનું અહિ એક લીસ્ટ આપવામાં આવ્યું છે. આ લીસ્ટમાં ભારતની પણ અમુક ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2014માં ફેસબુક પર ભારતના આ ટોપ 10 મુદ્દાઓ વધારે ચર્ચામાં રહ્યાં

1- 2014 લોકસભા ચૂંટણી
2- ઈન્ડિયન પ્રીમિયર લીગ
3- વર્લ્ડ કપ
4- માર્સ ઓર્બિટર મિશન
5- કાશ્મીરમાં પૂર
6- ભારતીય માર્કેટમાં જિઓમીની એન્ટ્રી
7- આલિયા ભટ્ટ
8- મેરિકોમની બાયોપીક
9- મલિશ્યાઈ એરલાઈન્સ
10 - ગાઝામાં હિંસા

ભારતમાં ટોપ 10 એવી જગ્યાએ જ્યાં લોકોએ સૌથી વધારે ચેક-ઈન કર્યું છે

1- ઈન્ડિયા ગેટ
2- તાજમહલ
3- ગુરુદ્વારા બંગલા સાહિબ
4- નંદી હિલ્સ
5- મરીન ડ્રાઈવ, મુંબઈ
6- મરીન બીચ
7- રામોજી ફિલ્મ સિટી
8- LuLu મોલ
9- હોજખાસ વિલેજ
10- કુર્ગ

Watch Video : Click Here