1 જીબી સુધીનું મૂવી ડાઉનલોડ કરો માત્ર 1 સેકન્ડમાં

01 Jan, 2015

- ગૂગલ ભારતમાં લાવી રહ્યું છે દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ
- ડિઝિટલ ઇન્ડિયા પ્લાન અતંર્ગત લોન્ચ થઈ શકે છે

હવે તમારે 1 જીબી સુધીનું મૂવી ડાઉનલોડ કરવા માત્ર 1 સેકન્ડમાં લાગશે. ભારતમાં ગૂગલ સૌથી ઝડપી ઇન્ટરનેટ સેવા લઈને આવવાની છે. ગૂગલ ઇન્ટરનેટને ગૂગલ ફાઇબર નામથી ઓળખાય છે. કંપની આને ભારતમાં લોન્ચ કરવા માટે સરકારના આઈટી મંત્રાલય સાથે વાતચિત કરવા જઇ રહી છે. જો સરકાર અને કંપની વચ્ચેની વાતચિત સફળ રહી તો 2015માં આ સેવા ભારતમાં શરૂ થઈ શકે છે.

ગૂગલ ફાઇબરની આ ઇન્ટરનેટની સુવિધા હાલ અમેરિકા પુરતી જ છે. ભારતમાં આ સેવાને ડિઝિટલ ઇન્ડિયા પ્લાન અતંર્ગત લાવવાની યોજના જણાઇ રહી છે. હાલ ભારતમાં ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ 1.7 એમબીપીએસ છે, પરંતુ ગૂગલ ફાયબર આવવાના કારણે તેમાં જબરદસ્ત વધારે થવાનો છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ ફાયબર ઈન્ટરનેટને પહેલીવાર 2012માં રજુ કરવામાં આવી છે. આ દુનિયાનું સૌથી ઝડપી કોમર્શિયલ ઈન્ટરનેટ અને ટીવી સર્વિસ છે. આ ઈન્ટરનેટ સેવા અતંર્ગત 1000 એમબીપીએસ(1જીબીપીએસ)ની ઝડપે મૂવી અને વિડીયો ડાઉનલોડ અને અપલોડ કરી શકશે.