National

દુલ્હાએ દહેજમાં ૨૫૦ છોડ રોપવાની માગ કરી

બિહારના ભાગલપુર જિલ્લાના ધરહરા ગામમાં છોકરીઓના જન્મ પર વૃક્ષારોપણ કરવાની પ્રથા છે તો બીજી બાજુ શેખપુરા જિલ્લાના એક ગામમાં એક યુવાનને દહેજના રૂપમાં ૨૫૦ વૃક્ષો લગાવવાની શરત પર મૂકી હતી.

શેખપુરા જિલ્લાના બાદશાહપુર ગામમાં ડો. પ્રભાત કુમાર સિન્હાના દીકરા ડો. નિશીથ કુમારે પોતાના લગ્ન માટે છોકરીવાળા પક્ષ સામે ૨૫૦ છોડ રોપવાની શરત મૂકી હતી. આ છોડ તેના દહેજ રૂપે મૂકવામાં આવે તેવી તેની ઈચ્છા હતી.

છોકરીવાળા આ અજીબોગરીબ શરત સાંભળીને પરેશાન થઈ ગયા હતા, પરંતુ જ્યારે પર્યાવરણ માટેની નિશીથની સંવેદનશીલતાનો તેમને ખ્યાલ આવ્યો ત્યારે તેમને ગૌરવની લાગણી થઈ હતી.

રસપ્રદ વાત તો એ છે કે છોકરીવાળાઓએ પણ દુલ્હાની આ વાત સ્વીકારી લીધી હતી.

૧૫ ડિસેમ્બરે લગ્ન બાદ તેમણે વાયદા અનુસાર ૨૫૦ છોડ રોપ્યા હતા, જેમાં કેરી, જમરૂખ, લીંબુ વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ભાગલપુર જિલ્લાના ધરહરા ગામમાં દીકરીના જન્મ પછી ૧૦ છોડ રોપવામાં આવે છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે ધરહરા જઈને આ લોકોની પ્રશંસા કરી હતી.

Releated News