દીવમાં જોવા મળશે વિશાળકાય ડાયનાસોર

15 Apr, 2015

 દીવ જિલ્લા પંચાયતના ત્રણ મહત્વના પ્રોજેક્ટોમાં પોઠીયાદાદાએ આવેલા પાર્કનો સમાવેશ થાય છે. રૂ.35 લાખના ખર્ચે મિની ઝુરાસિક પાર્ક કક્ષાના પ્રોજેક્ટ બનાવવામાં આવશે. આ પાર્કમાં રાત્રીના લોકો બેસી શકે તે માટે બે હાઈ માસ્ક લાઇટ મુકવામાં આવી છે. દીવમાં દિન પ્રતિદિન ફરવા માટે આવતાં લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 

વિદેશીઓ બારેય મહિના ફરવા આવતાં હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખી દીવના વિકાસમાં મહત્વનું છોગુ ઉમેરાયું છે. પ્રોજેક્ટ ઝડપથી આકાર પામે તે માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં જેનું હાલ યુદ્ધના ધોરણે કામ ચાલું છે તેમાં ડાયનાસોર (ટીરેક્ષ), લોપ્સ્ટર, બોરયનો શોડ બનશે. દીવમાં નાગવાબીચ તરફ જવાના રસ્તે પોઠીયા દાદા પાર્કમાં આ પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે. 

પોઠીયાદાદાએ આવેલા ઝુરાસિક પ્રકારનો પાર્કએ પ્રવાસીઓ માટે તેમજ ગ્રામજનો માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. ત્રણ પ્રોજેક્ટો તૈયાર થયા બાદ આ પાર્કમાં ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધી જશે. પ્રવાસીઓ પાર્કમાં સવારથી સાંજ સુધી મનોરંજન માણી શકે તે માટે પાર્કમાં ચાર ચાર લાની હાઇમાસ્ક લાઇટ મુકવામાં આવી છે. મનોરંજન માટે બંને સાઇડમાં ખજુરીના વૃક્ષો પણ ખૂબજ સુંદર રીતે મુકવામાં આવ્યા છે. 

Loading...

Loading...