દુબઈ: સાડા પાંચ કિમી લાંબી સોનાની ચેન તૈયાર

07 Jan, 2015

દુનિયાની સૌથી લાંબી સોનાની ચેનને હાલ દુબઈમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. આ સોનાની ચેન સાડા પાંચ કિલોમીટર લાંબી અને 256 કિલો વજનની છે. આ ચેનને બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શન બાદ આ ચેનને નાના હિસ્સાઓમાં કાપવામાં આવશે અને તે લોકોને આપવામાં આશે જેમણે આ ચેનનું બૂકિંગ કરાવ્યુ છે.

સોનાની આ ચેનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હાથેથી બનાવેલી દુનિયાની સૌથી લાંબી ચેનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ચેનને દુબઈની ગોલ્ડ એન્ડ જ્વેલરી એસોસિએશને પાંચ મોટા જ્વેલર્સની મદદથી બનાવ્યો હતો. દુબઈ શોપિંગ ફેસ્ટિવલ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ ચેનને ત્રણ દિવસ સુધી પ્રદર્શિત રહેશે.

આ ચેનની કુલ 40 લાખ જોડ છે અને ચેનને બાવવા માટે 100 કારીગરોએ 45 દિવસ સુધી મહેનત કરી હતી. બોલીવુડની અભિનેત્રી કરીના કપૂરે પણ આ ચેનમાં યોગદાન આપેલું છે.