શ્રાદ્ધમાં આ છ વસ્તુઓનુ દાન તમને આખુ વર્ષ રાખશે ધનવાન

29 Sep, 2015

 જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યુ છે એક જો કુંડલીમાં કાલશર્પ યોગ કે પિતૃદોષ બની રહ્યો છે તો તેનુ એક કારણ પિતરોની નારાજગી હોઈ શકે છે. પિતરોના નારાજ થવાથી જીવનમાં અચાનક ઉન્નતિ રોકાય જાય છે.
 તમારુ બનતુ કામ પણ વારંવાર અટકી જાય છે. કોઈપણ કામમાં સહેલાઈથી સફળતા મળતી નથી. તેથી પિતરોને ખુશ કરવાના કાયમ ઉપાય કરવા જોઈએ.
 જો તમે આખુ વર્ષ પિતરોને પ્રસન્ના કરવાના ઉપાય નહી કરી શકો તો પિતૃપક્ષમાં જરૂર કરવા જોઈએ. હાલ 27 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ દિવસો દરમિયાન તમે બ્રાહ્મણ ભોજન અને દાનથી પિતરોની કૃપા પ્રાપ્ત કરી શકો છો. પિતરોના નામથી દાન કરવા માટે છ વસ્તુઓનુ ખૂબ જ મહત્વ છે.

શ્રાદ્ધમાં કાળા તલના દાનનું મહત્વ
કાળા તલ ભગવાન વિષ્ણુને પ્રિય છે. શ્રાદ્ધના દરેક કર્મમાં તલની જરૂરરિયાત હોય છે. શ્રાદ્ધ પક્ષમાં દાન કરનારા કશુ પણ દાન કરતી વખતે હાથમાં કાળા તલ લઈને દાન કરવુ જોઈએ.
 આનાથી દાન ફળ પિતરોને પ્રાપ્ત થાય છે. જો કેટલીક અન્ય વસ્તુ દાન ન કરી રહ્યા હોય તો ફક્ત તલનુ દાન પણ કરી શકાય છે. તલનુ દાન કરવાથી પિતર ગણ સંકટ અને વિપદાઓથી રક્ષા કરે છે.

ભૂમિ દાનનું મહત્વ
 શાસ્ત્રોમાં ભૂમિ દાનને સર્વોત્તમ દાનમાંથી એક કહેવામાં આવ્યુ છે. મહાભારતમાં કહેવામાં આવ્યુ છે કે ભૂલથી મોટામાં મોટુ પાપ થઈ જાય તો ભૂમિ દાન કરવાથી પાપથી મુક્તિ મળી જાય છે. 
ભૂમિ દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. માન્યતા છે કે પિતરોના નિમિત્ત ભૂમિ દાન કરવાથી પિતરોને પિતર લોકમાં રહેવા માટે સારુ સ્થાન મળે છે.
જે લોકો આર્થિક રૂપે સંપન્ન છે તેમને પિતૃ પક્ષમાં ભૂમિનું દાન કરવુ જોઈએ. જે માટે ભૂમિ દાન કરવુ શક્ય નથી તે ભૂમિના સ્થાન પર માટીનું દાન પણ કરી શકે છે.
શ્રદ્ધાપૂર્વક માટીનું દાન કરવાથી પણ પિતર સંતુષ્ટ થઈ જાય છે. ભૂમિ દાનથી યશ, માન-સન્માન અને સ્થાયી સંપત્તિમાં વધારો થાય છે. 

ચાંદી દાનનું મહત્વ
પુરાણો મુજબ પિતરોનો નિવાસ ચન્દ્રના ઉપરના ભાગમાં છે. શાસ્ત્રો મુજબ પિતરોને ચાંદીની વસ્તુઓ પ્રિય છે. ચાંદી ચોખા દૂધથી પિતરો ખુશ થાય છે.  પિતરોની પ્રસન્નાતા માટે આ વસ્તુઓનુ દાન કરી શકાય છે. આ વસ્તુઓના દાનથી વંશની વૃદ્ધિ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

વસ્ત્રોના દાનનું મહત્વ
ગરુણ પુરાણ અન્મે અનેક શાસ્ત્રોમાં બતાવાયુ છે કે પિતરોને પણ આપણી જેમ શરદી, ગરમીનો અનુભવ થાય છે. વાતાવરણના પ્રભાવથી બચવા માટે પિતરગણ પોતાના વંશજો અને પુત્રો પાસેથી વસ્ત્રોની ઈચ્છા રાખે છે.
જે વ્યક્તિ પોતાના પિતરોના નિમિત્તે વસ્ત્ર દાન કરે છે તેના પર સદૈવ પિતરોની કૃપા બની રહે છે. પિતરોને ધોતી અને દુપટ્ટાનુ દાન કરવુ ઉત્તમ માનવામાં આવ્યુ છે. વસ્ત્ર દાનથી યમદૂતોનો ભય સમાપ્ત થાય છે.

ગોળ અને મીઠાના દાનનું મહત્વ

જે લોકોના ઘરમાં વારંવાર ઝગડો અને આર્થિક પરેશાની કાયમ રહે છે તેમને પિતરોના નિમિત્ત ગોળ અને મીઠાનું દાન કરવુ જોઈએ. ગરુણ પુરાણ મુજબ મીઠાનું દાન કરવાથી યમનો ભય દૂર થાય છે.