આ દિવાળીમાં ઓછા બજેટમાં ફરવા માટે જાવ આ જગ્યાઓ પર

01 Nov, 2015

 હમણાં જ દિવાળીનું લાંબુ વેકેશન પડવાનું છે ત્યારે આ વેકેશન પરિવાર સાથે ક્યાંય ઉપડી જવાની ઇચ્છા હોય તો અમારી પાસે તમારા માટે આ આર્ટીકલ છે. આ તેવી જગ્યા છે જે તમને તનાવ મુક્ત પણ કરશે અને જ્યારે તમે પાછા ફરશો ત્યારે તમે રિફ્રેશ પણ થઇ ગયા હશો.

સાથે જ જો તમે એકલા ફરવાનું પસંદ કરતા હોવ તો આ જગ્યાઓ તમને મોજમસ્તી પણ કરવા દેશે અને તમે ખિસ્સા પર પણ તેટલો ભાર નહીં આપે. આજે અમે તમને જે તમામ જગ્યાઓ કહેવાના છીએ ત્યાં વૈભાવી હોટલો પણ છે અને રહેવાની સસ્તી હોટલો પણ છે. જ્યાં તમે તમારા બજેટ મુજબ રહીને આસપાસના સ્થળોની મુલાકાત લઇ શકો છો.

તો આજના આ આર્ટીકલમાં અમે તમને ભારતની તેવી 8 જગ્યાઓ વિષે જણાવાના છીએ જે તમે સસ્તી હોટલ શોધી ત્યાં રોકાઇ શકો છો. તો વાંચો નીચેનો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ. અને હા આ વેકેશનમાં ક્યાં તો તમારા સહપરિવાર સાથે જરૂરથી જજો જ.

ગોવા

ગોવામાં તમને સસ્તી હોટલો મળી જશે. વળી અહીં સસ્તું ભોજન પણ તમને અનેક જગ્યાએ મળશે. સાથે જ ગોવા એક સુંદર સમુદ્રી વિસ્તાર છે. તમે સમુદ્રના કિનારે રેન્ટ પર બાઇક લઇને ફરવા નીકળી શકો છો અને આ સુંદર વિસ્તારોની મઝા માણી શકો છો. મારું માનો તો દરેક વ્યક્તિને પોતાના જીવનકાળમાં એક વાર તો ગોવા જવું જ જોઇએ.

ધર્મશાલા

ધર્મશાલા પ્રાકૃતિક પ્રેમીઓ માટે સ્વર્ગ છે. આ એક રોમાન્ટિક સ્થળ છે જેની સુંદર અને લીલીછમ વાદીઓ તમને તેના પ્રેમમાં જરૂરથી પાડી દેશે. વળી અહીં પેરા ગ્લાઇડિંગ પણ કરી શકાય છે. વળી અહીં એક દિવસના 200 રૂપિયા ભાડા વાળી હોટલો પણ મળે છે.

જયપુર

પિંક સીટી જયપુરની તો વાત જ અનેરી છે વળી તે ગુજરાતથી પાસે પણ છે. અહીં પણ તમને અનેક ધર્મશાળાઓ કે સસ્તી હોટલો રોકાવા માટે મળી જશે. સાથે જ આ શહેર જ એટલું સુંદર છે કે તમે શહેરની આ સુંદરતાને યોગ્ય રીતે માણી શકશો.

ઉંટી

ઉંટી તેની ચોકલેટ માટે પ્રસિદ્ધ છે.વળી અહીંના સુંદર લીલા પહાડો, ચાના મેદાનો અને લીલોત્રી તમારા મનને એકદમ ઠંડક પહોંચાડે તેવી છે. અહીં પણ અનેક હોટલ છે જેમાં તમને પહેલેથી બુકિંગ કરાવી અને સસ્તા દરે રહી શકો છો.

પુષ્કર

પુષ્કરમાં તેના ઊંટો અને તેની વાસ્તુશાસ્ત્રની સુંદરતા માટે વખણાય છે. અહીં તમને સસ્તા ફૂડ સાથે સસ્તી રહેવાની જગ્યાઓ પણ મળી જશે. વળી અહીં ઊંટોની સવારી કરવાની અને ઠંડાઇ અને લસ્સી પીવાનું ના ભૂલતા.

ઋષિકેશ

ઉત્તરાખંડમાં આવેલા સુંદર ઋષિકેશમાં અનેક ધર્મશાળાઓ છે જે તમારું હોટલનું ભાડું ઓછું કરી શકશે. વળી અહીં ખાવાનું પણ સસ્તું છે. સાથે અહીં અનેક એડવેન્ચર ગતિવિધિઓ થાય છે. ફોરેસ્ટ ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, વોટર રાફ્ટિંગ, રોક ક્લાયમિંગ અને બંજી જંપિગ જેવી એક્ટિવિટીની મઝા અહીં જઇને તમે જરૂરથી ઉઠાવજો.

મેધાલય ઉત્તરપૂર્વીમાં આવેલ મેધાલય એક સુંદર રાજ્ય છે. અહીં તમને સાદગી અને પ્રાકૃતિક સુંદરતા બન્ને જોવા મળશે. વળી શિલાંગ શહેરના સફેદ ઝરયા, તળાવો અને લીલાછમ પહાડો તમારા તનાવને આમ છૂ કરી દેશે.

અમૃતસર

અમૃતસરનું સ્વર્ણ મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિર અને તેનું પવિત્ર વાતાવરણ તમારા મનને અંદરથી શાંતિ આપશે. વળી અમૃતસરમાં તમે ખૂબ જ સસ્તામાં ખાવાના ઝલસા પણ કરી શકશો અને અહીં રહેવાનું પણ અનેક જગ્યા સસ્તામાં થાય છે. વળી અહીંના લંગરમાં સ્વાદિષ્ટ ભોજન પણ મળે છે. અને અહીંના મંદિરમાં તમે ફ્રી પણ રહી શકો છો.

Loading...

Loading...