40 વર્ષની મેહનત બાદ એકલા હાથે ઉભો કર્યો મનોરંજન પાર્ક

13 Mar, 2015

બ્રુનો માત્ર એક ઇટાલિયન રેસ્ટોરાં માલિક નથી પણ તેઓ આનંદ સર્જક છે.
15 જૂન, 1969 તેમણે ઘણા પકડીનેઘણી બધી વાઇન બોટલ અને કેટલાક સોસેજ લઈને ફૂટપાથ પર એક વૃક્ષ નીચે ટેબલ લગાવી તેમનો રેસ્ટોરન્ટ  બિઝનેસ શરૂ કર્યો આ સમય દરમ્યાન તેમણે વેલ્ડીંગ કરતા પણ શીખ્યા અને વેલ્ડીંગ પ્રત્યે લગાવ ના કારણે તેમને એક મનોરંજન પાર્ક સ્થાપવાનો નિર્ણય લીધો જેથી કરીને તેમનો રેસ્ટોરન્ટ  બિઝનેસને વેગ મળે.
બ્રુનો તેના જીવનના 40 વર્ષ આ મનોરંજન પાર્ક બનાવામાં કાઢ્યા છે અને મહત્વની વાત તો એ છે કે તેઓએ આ સાહસ એકલા હાથે ખેડ્યો છે.
તે જાતે સમાન લાવા લઇજવા, વેલ્ડીંગ કરવું કે તેને ફિટ કરવું બધુજ કામ એકલા કરતા.
તેમને, હીંચકા, લપસણી, સિ-સો , ચકડોળ અને રોલર - કોસ્ટર બનાવ્યા છે જે તેમના પાર્ક માં સામેલ છે.
તેમને પોતે સ્થાપેલો મનોરંજન પાર્ક ઉત્તરી ઇટાલિયન શહેર ત્રિવીસો નજીક સ્થિત છે. કુદરતી વાતાવરણમાં શહેરથી બહાર આ પાર્કમાં કંઈક અલગ મજા છે જેના કારણે ત્યાં લોકોની ખુબ ભીડ રહે છે અને તે એક પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.