યોગીજી મહારાજના જન્મસ્થળે નિર્માણ પામ્યું ‘અફલાતુન’ મંદિર

07 Nov, 2016

સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો નવા વર્ષમાં મંદિરે દર્શન કરવા જતા હોય છે. ‘ભગવાન સૌનું ભલું કરો’ આ વાક્યને દેશ-દુનિયામાં ગુંજતુ કરનાર અને બીએપીએસનાં વડા પ્રમુખસ્વામી મહારાજનાં ગુરૂનો યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનુ નિર્માણ પામ્યું છે. વૈશાખ વદ બારશ, 1948માં અમરેલીનાં ધારી ગામમાં દેવચંદભાઈ અને પુરીબાનાં ઘરે જીણાભાઈ(યોગીજી મહારાજ)નો જન્મ થયો હતો. નાનપણથી જ ભગવાનની ભક્તિમાં અપાર રસ ધરાવતા જીણાભાઈ એટલે કે યોગીજી મહારાજ 1908માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી હતી. અને ત્યાર બાદ 1909માં તેમની મુલાકાત શાસ્ત્રીજી મહારાજ સાથે થઈ અને ભક્તિમાં વધુ રસ લાગ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રથમ મંદિરની રચના અમદાવાદમાં થઈ ત્યારે અહીં જ પ્રમુખસ્વામીની મુલાકાત યોગીજી મહારાજ સાથે થઈ હતી.

ધારીમાં ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય પ્રમુખ સ્વામીનો હતો

બીએપીએસનાં વડા પ્રમુખ સ્વામી મહારાજે દેશ દુનિયામાં સંપ્રદાયનો પ્રચાર કર્યો હતો, વિદેશોમાં સ્વામિનારાયણનાં વિશાળ મંદિરોની સ્થાપના કરી હતી. ઇ.સ.1971માં જાન્યુઆરીમાં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો હતો. ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજે યોગીજી મહારાજના જન્મસ્થાન એવા ધારીમાં ભવ્ય મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો. તેમની નિશ્રામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

શું છે મંદિરની વિશેષતા

- ભારતીય શિલ્પ સ્થાપત્ય અને કલાકારીગીરીથી સભર આ મંદિરની લંબાઇ 135 ફુટ,પહોળાઇ 90 ફુટ તથા ઉંચાઇ 61 ફુટ છે
- બારીક કોતરણી વાળા અત્યંત વિશાળ મુખ્ય ઘુમ્મટની સાથે 220થી પણ વધુ સ્તંભો અને 15 કલાત્મક ઘુમ્મટ ખંડો છે.
- આ મંદિરના બાંધકામમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
- આ મંદિરમાં ભગાવાન સ્વામિનારાયણ,અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી,ઘનશ્યામ મહારાજ, યોગીજી મહારાજ,ગુરૂપરંપરા તેમજ સીતા-રામ-હનુમાનજી,શીવ-પાર્વતી-ગણેશજીની મૂર્તિઓ છે.

Loading...

Loading...