National

#Cannes માં દેખાયો બચ્ચન બહુનો બેબી બમ્પ, બીજા બાળકની બનશે મોમ?

 હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બચ્ચન બહુ એશની એવી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેના પેટનો ઉભાર દેખાય છે. તેથી કહેવાય છે કે એશ પ્રેગનન્ટ છે અને તેનો બેબી બમ્પ દેખાય છે. શુક્રવાર(13મે)ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ સતત 15મી વાર જોવા મળી હતી. તેણે કુવૈતી ડિઝાઈનર અલી યુનુસનું ગોલ્ડન રંગનું ફૂલ લેંથ કેપ ગાઉન પહેર્યું હતું. આ ડ્રેસમાં એશ ઠીક લાગતી હતી. જોકે, ડ્રેસને કારણે ફરીવાર ચર્ચા થઈ રહી છે કે શું એશ બીજીવાર મા બનવાની છે. એશે 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ચાર વર્ષની પુત્રી આરાધ્યા છે.

Source By : Divya Bhaskar

Releated Events