ક્રિસમસ બાદ હવે યંગસ્ટર્સની નજર થર્ટી ફર્સ્ટ પર

27 Dec, 2014

ન્યુયર પાર્ટીઓનો દોર શહેરમાં અત્યારથી જ ચાલુ થઈ ગયો છે. ૨૦૧૪ને જોરદાર રીતે બાય બાય કરવા અને ૨૦૧૫નો યુનિક રીતે વેલકમ કરવા માટે યંગસ્ટર્સમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થર્ટી ફસ્ટ નાઈટને રોકિંગ બનાવવા માટે શહેર અત્યારથી સજી રહ્યુ છે ત્યારે યંગસ્ટર્સમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુકે.યુએસ.એ,ઓસ્ટ્રેલિયા અને આખા યુરોપમાં ક્રિસમસથી થર્ટી ફર્સ્ટ સુધી હોલી ડે જાહેર કરવામાં આવે છે. શહેરમાં ભલે આ છ દિવસનો હોલી ડે ના હોય પણ યંગસ્ટર્સ તો કોલેજમાં કે ઓફિસમાં બંક મારી થર્ટી ફર્સ્ટના હોટસ્પોર્ટ પર ફરવા માટે નિકળી પડે છે.પણ આ વખતે શહેરમાં જ ઈન્ટરનેશનલ થીમ બેઝ પાર્ટીઓ થવાની હોવાથી યગસ્ટર્સ ઘર આંગણે પાર્ટીઓ માણવાનું વધારે પસંદ કરશે.
ન્યુયર પાર્ટી થીમ વિશે વાત કરીએ તો આ વખતે માસ્ક પાર્ટીનો શહેરમાં સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
માસ્ક પાર્ટીઓ મુખ્યત્વે ફોરન કંન્ટ્રીઓમાં પબમાં યોજાતી હોય છે.
પણ હવે ધીરે ધીરે શહેર પણ તેના રંગે રંગાઈ રહ્યુ છે.યંગસ્ટર્સ પણ અલગ અલગ પ્રકારના માસ્ક ચહેરા પર લગાવીને પાર્ટીને એન્જોય કરતા હોય છે.

આ વર્ષ ન્યુ એર સેલિબ્રેશનમાં કોઇ જ કોમ્પ્રોમાઈઝ કરવા માંગતો ન નથી.  મંે પહેલેથી જ ઈમેજીકામાં થર્ટી ફસ્ટમાં જવાનું બુકીંગ કર્યું છે. ત્યાં મને વિવિધ થીમ રાઈડ અને આતશબાજી અને ગ્રાન્ડ પરેડ જોવાની તક મળશે. ગયા વર્ષે હું ગોવામાં હતો આ વર્ષે હું મુંબઈથી થોડે જ દૂર હોઈશ. - બ્રીજેશ ખત્રી- યંગસ્ટર્સ

 યંગસ્ટર્સ દરવર્ષે કોઈ નવી થીમ સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જે બાબતને ધ્યાનમાં રાખી આ વખતે શહેરમાં પહેલી વખત માસ્ક પાર્ટીનું ખાસ આયોજન ખાસ કોલેજીયન યંગસ્ટર્સ માટે  કર્યુ છે. જેમાં માસ્ક થીમ સાથે નવા વર્ષને શહેરના યંગસ્ટર્સ આવકારશે
- ગીરીરાજ કડિયા, આયોજક

ન્યૂ અરમાં ઘુમો આબુનો કોન્સેપ્ટ
આબુમાં પ્રથમ વખત ઘુમો આબુ કરીને આબુમાં નવો કોન્સેપ્ટ શરુ કર્યો છે. આ કોન્સેપ્ટમાં પ્રવાસીઓ માટે નાના-નાના ટેન્ટ ઉભા કરાશે અને ત્યાં ગાલા ડિનર, ડી.જે પાર્ટી અને રાત્રીની વિવિધ ગેમ્સ સાથે આખી રાતની ઉજવણી પર્વતોની વચ્ચે શાંત જગ્યાએ કરવાની તક મળશે. શહેરની બહાર દરવર્ષે જાતા હોય છે ત્યારે ગુજરાત બહાર ન્યુયર પાર્ટીઓ મનાવવાનો ક્રેઝ જોવા મળે છે.

એક્સ્ટ્રા ઓડિનરી પ્લેસ આ પણ ખરા
નવું વર્ષ આવે એટલે સ્વભાવિક છે કે લોકો સહ પરિવાર સાથે ફરવા જઈ શકે નવા વર્ષની ભવ્ય ઉજવણી માટે મુંબઈ નજીક આવેલું ઈમેજીકા, મુંબઈમાં આવેલું વોટરપાર્ક, દિવની બીચ કિનારે મ્યુઝીક પાર્ટી, આબુમાં નક્કીલેકનો નજારો વગેરે ગુજરાતીઓ સહપરિવાર માટેના ફેમસ પ્લેસ છે. ઈમેજીકા આ વર્ષે ભવ્ય ઉજવણી સાથે અત્યંત મેજીકલ પાર્ટીઓ સાથે અદ્ભૂત રીતે ઉજવણી કરશે.

Loading...

Loading...