શું તમે જાણો છો YouTubeના નવા પેડ વર્ઝનની આ 6 અજાણી વાતો?

26 Oct, 2015

દુનિયાની સૌથી મોટી વીડિયો સાઇટ યુટ્યૂબે પોતાનું પેડ વર્ઝન લૉન્ચ કરી દીધું છે અને આ સર્વિસનું નામ YouTube Red આપ્યું છે. 9.99 ડૉલર (લગભગ 631 રૂપિયા)માં આનું એક મહિનાનું સબ્સિક્રપ્શન કરી શકે છે. એક મીડિયો રીપોર્ટ અનુસાર આગામી અઠવાડિયામાં આને અમેરિકામાં લૉન્ચ કરી દેવાશે. પણ ભારત લૉન્ચિંગ વિશેની અત્યારે કોઇ જ માહિતી મળી શકી નથી.
 
આ સર્વિસને સબ્સક્રાઇબ કર્યા પછી યૂઝર્સ યુટ્યૂબ વીડિયો, યુટ્યૂબ ગેમિંગ એપ્સ અને કંપનીના નવા મ્યુઝીક એપ્સનો ઉપયોગ કરી શકાય છે. જોકે, આ સર્વિસ એડ ફ્રી હશે. આની સાથે યૂઝર્સને એક્સક્લુઝિવ સીરીઝ અને મુવીઝ જોવા મળશે. આ વીડિયો કૉમન યૂઝર્સ માટે ઉપલબ્ધ નહી થાય.

1. ફ્રી સાઇટ પણ કરશે કામ

યુટ્યૂબના પેડ વર્ઝનની સાથે સાથે આનું ફ્રી વર્ઝન પણ યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. યુટ્યુબ પર પેડ વર્ઝન સબ્સક્રાઇબ્ડ યૂઝર્સ માટે રહેશે અને ફ્રી વર્ઝન એડ્સ સાથે નોર્મલ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.

1. ફ્રી સાઇટ પણ કરશે કામ

યુટ્યૂબના પેડ વર્ઝનની સાથે સાથે આનું ફ્રી વર્ઝન પણ યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. યુટ્યુબ પર પેડ વર્ઝન સબ્સક્રાઇબ્ડ યૂઝર્સ માટે રહેશે અને ફ્રી વર્ઝન એડ્સ સાથે નોર્મલ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.

3. શું છે કિંમત

યુટ્યૂબ રેડની કિંમત 10 ડૉલર પ્રતિ માસ (648.81 રૂપિયા) અમેરિકામાં હશે. આ ઉપરાંત બાકીના દેશોમાં આની કિંમત શું હશે તેની કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.

4. ક્યારે થશે લૉન્ચ

આ પેડ સર્વિસ 28 ઓક્ટોબરે અમેરિકામાં લૉન્ચ થઇ જશે. આ સિવાય 2016 સુધીમાં વર્લ્ડવાઇડ સર્વિસ શરૂ કરાશે.

5. કયા યૂઝર્સને ઇફેક્ટ થશે
 
જો તમે પેડ વર્ઝન સબ્સક્રાઇબ નહીં કર્યુ હોય તો વીડિયો જોવા સમયે ગુગલ તરફથી કેટલીય એડ્ઝ દેખાશે. આ ઉપરાંત યુટ્યૂબની એક્સક્લુઝિવ કન્ટેન્ટને નહીં દેખી શકો.

6. યુટ્યૂબ મ્યૂઝિક

ગુગલે યુટ્યૂબ મ્યૂઝીક નામથી એક એપ લૉન્ચ કરી છે, જે એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના જેમ કામ કરે છે. ઓર્ગોનાઇઝ્ડ ચેનલ દરેક આર્ટિસ્ટને વીડિયો દેખાડશે.

Loading...

Loading...