Gujarat

૭ જાન્યુઆરીએ યુવા પ્રવાસી દિવસ વડાપ્રધાન ૮મીએ ઉદ્ઘાટન કરશે

૧૩મો પ્રવાસી ભારતીય દિવસ આ વખતે ગુજરાતમાં યોજાનાર છે, તેમાં જાન્યુઆરીની ૭મીએ યુવા ભારતીય દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય આજે દિલ્હીમાં કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં લેવાયો હતો. બેઠકમાં ઉપસ્થિત એનઆરજી પ્રભાગના રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, ૭મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં નેશનલ લો યુનિ.ના કેમ્પસમાં યુવા પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન ૮મીએ મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ૯મીએ પ્રેસિડેન્ટ પ્રણવ મુખરજી સમાપન સમારંભમાં હાર્દરૂપ સંબોધન કરશે. બે દિવસની ઉજવણી દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમો અને સેમિનાર યોજાશે.

Source By : Sandesh

Releated News