National

હવે નેપાળમાં પણ તમે વાપરી શકશો ભારતીય ચલણ કારણકે થયા આ મોટા ફેરફારો

ભારતની તમામ કરન્સી નોટ પાડોશી દેશ નેપાળમાં લીગલ ટેન્ડર (કાયદેસરનું ચલણ), એટલે કે નેપાળમાં પણ ભારતીય ચલણ, ભારતની માફક જ વાપરી શકાશે. સરકાર આ સંદર્ભની જાહેરાત ટૂંકમાં કરે તેવી સંભાવના છે. આ માહિતીથી પરિચિત એક સુત્રે જણાવ્યું કે ગત સપ્તાહે ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ મંત્રાલયમાં આ મુદ્દો હાથ ધરાયો હતો. આ બેઠકમાં ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ, રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ હાજર હતા. વડાપ્રધાને આ બાબતે સૈધાંતિક મંજૂરી આપી દીધા પછી હવે તેના વ્યવહારિક મુદ્દાઓની છણાવટ કરવામાં આવી રહી છે.

નેપાળમાં અત્યારે રૂ. ૧૦૦ સુધીની તમામ કરન્સી નોટ લીગલ ટેન્ડર છે. હવે તેમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટનો ઉમેરો કરવામાં આવતા, તમામ ચલણ ભારતની માફક જ નેપાળમાં પણ ચલણી બની જશે. આ સુત્રે કહ્યું કે ડીઆરઆઇએ આ મુદ્દે વિરોધ દાખવી કહ્યું હતું કે આમ કરવાથી નેપાળ માર્ગે વધુ ગેરકાયદે (ફેક) ચલણ ભારતમાં ઘુસાડવાના રસ્તા ખુલ્લા થઇ જશે. આમ પણ અત્યારે નેપાળ માર્ગે આવી ખોટી ચલણી નોટો મોટાપાયે ભારતમાં ઘુસાડાય છે.

ડીઆરઆઇના આ વિરોધને માન્ય રાખ્યા વગર કહેવામાં આવ્યું હતું કે આ બાબતે ખાસ કાળજી રાખવામાં આવશે. ૨૨થી ૨૭ નવેમ્બરે અઢારમી સાર્ક દેશોની બેઠક, કાઠ મંડુમાં યોજાનાર છે, જેમાં વડાપ્રધાન હાજરી આપવાના છે ત્યારે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બની ગયો છે. સિંગલ કરન્સીનો આ મુદ્દો ખાસ કરીને ક્રોસ બોર્ડર વેપારની શક્યતાને વધુ ઉજ્જવળ બનાવવાની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News