અચ્છે દિન : તમારા રૂપિયા 100 મહિનામાં ફરીથી થશે ડબલ

18 Nov, 2014

 સરકારે અંદાજિત ત્રણ વર્ષ બાદ કિસાન વિકાસ પત્ર મંગળવારે ફરીથી લોંચ કર્યું . આ બચત યોજના હેઠળ રોકાણ કરાયેલ રકમ આઠ વર્ષ અને ચાર મહિનામાં ડબલ થશે. આ યોજનાને ફરીથી શરૂ કરવાની માંગણી લાંબા સમયથી થઈ રહી હતી.
 
નાણા મંત્રી અરૂણ જેટલીએ કિસાન વિકાસ પત્રને નવેસરથી લોંચ કર્યું. આ 1 હજાર રૂપિયા ,5 હજાર રૂપિયા,10 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા પરત મેળવવાનો વિક્લ્પ પણ રાખવામાં આવ્યો છે.
 
પ્રારંભિક  તબક્કે કિસાન વિકાસ પત્રનું વેચાણ પોસ્ટ આફિસમાં થશે. પરંતુ સરકારે તેને અમુક સરકારી બેંકોની શાખામાં પણ ઉપલબ્ધ કરાવામાં આવશે.
 
નાણા મંત્રાલયે કહ્યું કે એનાથી છોટા રોકાણકારોને સુરક્ષિત રોકાણનો વિકલ્પ મળશે. તે સાથે દેશમાં બચત દરનો આંકડો વધારવામાં પણ મળશે. આ યોજના હેઠળ જમા થયેલી રકમ સરકાર પાસે રહેશે. જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્યની વિકાસ યોજનાઓમાં કરવામાં આવશે.
 
ઉઅલ્લેખનીય છે કે વિકાસ પત્ર યોજના એપ્રિલ 1988માં શરૂ કરાઈ હતી. તે વખતે યોજનામાં કરાયેલ રોકાણ 5.5 વર્ષમાં ડબલ થઈ જતું હતું . નવેમ્બર 2011માં આ યોજના બંધ કરી દેવામાં આવી હતી.  

કિસાન વિકાસ પત્ર (કેવીપી - KVP) એ જોખમ મુક્ત રોકાણ યોજના છે. આ યોજના આજે ફરીથી રજૂ (રિ લોન્ચ) કરવામાં આવી રહી છે. આ યોજના 1 ડિસેમ્બર, 2011માં બંધ કરવામાં આવી હતી. આ યોજના એવા લોકો માટે છે જેઓ ઓછું જોખમી રોકાણ કરવા માંગે છે, સાથે સ્થિર આવક ઇચ્છે છે. આ યોજના અંતર્ગત 100 મહિનામાં જ નાણા બમણા થઇ જાય છે. જ્યારે તેનું વ્યાજ દર વર્ષે ગણવામાં આવે છે...

KVP 2014માં રોકાણ કેવી રીતે રોકાણ કરી શકાય?
આ યોજના ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ માટેનું ફોર્મ ભરવા માટે કેશ કે ચેક આપવા સાથે આપનો ફોટોગ્રાફ આપવો જરૂરી છે. પોસ્ટ ઓફિસને આપના ચેકનું પેમેન્ટ મળી જાય ત્યાર પછી આપને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

KVP સર્ટિફિકેટમાં શું હોય?
પોસ્ટ ઓફિસ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે તેને કિસાન વિકાસ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપનું નામ, રકમ, પાકતી મુદતની તારીખ અને પાકતી મુદ્દતે રકમ વગેરે વિગતો ઉમેરવામાં આવે છે.

KVPમાં કોણ રોકાણ કરી શકે?
ભારતના કોઇ પણ નાગરિક કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકે છે. આ રોકાણ તે પોતાના નામે, કે સગીર વયના નામે કરી શકે છે. ભારતમાં નોંધાયેલા ટ્રસ્ટ પણ KVPમાં રોકાણ કરી શકે છે. બે પુખ્ત વયની વ્યક્તિઓ પણ KVP ખરીદી શકે છે.

KVPના ફીચર્સ ભાગ - 1
1. રોકાણ રૂપિયા 1000, 5000, 10000 અને 50000ની રકમનું થઇ શકે છે. રોકાણ માટે ટોચની કોઇ મર્યાદા નથી.
2. KVP 8 વર્ષ અને 7 મહિના બાદ પાકે છે.
3. સર્ટિફિકેટ સિંગલ કે સંયુક્ત નામે ઇશ્યુ થઇ શકે છે. અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર થઇ શકે છે.

KVPના ફીચર્સ ભાગ - 2
4. KVPને ભારતમાં કોઇ પણ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે નોમિનેશન મળે છે.
5. કોઇ વ્યક્તિ KVPના આધારે લોન મેળવી શકે છે. જ્યાં સિક્યુરિટીની જરૂર હોય ત્યાં ડિપોઝિટ પણ કરી શકાય છે.
6. લિક્વિડિટી : રોકાણકાર અઢી વર્ષના સમયગાળા બાદ સર્ટિફિકેટ મેળવી શકે છે.


KVPનો કર લાભ
કિસાન વિકાસ પત્રનું વ્યાજ કરપાત્ર હોવાને કારણે તેમાંથી કોઇ કરલાભ મળતો નથી. કેવીપીનો એક માત્ર લાભ એ છે તે તેના પર વેલ્થ ટેક્સ લાગતો નથી. તેને વેલ્થ ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. તેમાં ટીડીએસ કપાતો નથી.