આ સસ્તી અને અનોખી શોધથી રમતમાં ભરાશે પાણી, નહીં મૂકવું પડે માથે બેડું!

31 Dec, 2015

 સિંથિયા કેનિંગ નામની મહિલા છેલ્લાં 10 વર્ષોમાં મેક્સિકો, ભૂતાન અને ગ્વાટેમાલા જેવા વિકાસશીલ દેશાનો પ્રવાસ કરી ચૂકયાં છે. આ પ્રવાસમાં એમણે જોયું કે આ બધા દેશોમાં પાણીની સમસ્યા બહુ વિકટ છે. લોકોએ દૂરદૂરથી પાણી ઊંચકીને લાવવું પડે છે. તેમણે જોયું કે સામાન્ય ગણાતું આ કામ મહિલાને શારીરિક અને માનસિક રીતે કેટલી હેરાન કરી મૂકે છે. કેટલાક પ્રદેશોમાં તો પાણીની સમસ્યા એટલી વિકટ હોય છે કે તેમનો મોટાભાગનો સમય એમાં જ પસાર થઈ જતો હોવાથી તે પોતાનો વ્યક્તિગત વિકાસ પણ નથી કરી શકતી. 

 
સિંથિયા કહે છે કે દુનિયાભરની અનેક મહિલાઓનો 25 ટકા સમય પાણી ભરવામાં અને ચોખ્ખુ પાણી ભરવામાં જ જાય છે. આ સમસ્યાના સમાધાન માટે થઈને મિશિગન યુનિવર્સિટીની ઈઆરબી ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનિબિલિટીમાંથી એમએસ, એમબીએ થયેલી સિંથિયાએ પોતાની સસ્ટેનેબલ ટૂરિઝમની કારકિર્દી છોડી દીધી અને પાણીની સમસ્યાના નિરાકરણને લઈને કામ કરવાનું શરૂ કર્યું. જેના ભાગ રૂપે તેમણે વેલ્લો વ્હિલ બનાવ્યું.
 
શું છે વેલ્લો વ્હિલ
જરા વિચારો કે ધોમધખતો તાપ હોય અને કોઈ મહિલા માથે બેડામાં પાણી ભરીને માઈલો સુધી ચાલી જતી હોય તો એમની હાલત શું થતી હશે? જો કે હવે તેમના આ બેડાને પૈડા મળી શકે છે. આજે પણ ભારતમાં હજારો લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. પાણીના પૂરતા સ્ત્રોત ના હોવાથી લોકોએ દૂર દૂરથી પાણી લાવુ પડે છે. જો કે આ સાધનથી તેમના માટે દૂરઅંતરેથી પાણી લાવવાનું સરળ બની ગયું છે. આ ટેન્કમાં પાણી ભરીને તેને હાથલારીની જેમ સરળતાથી ધક્કો મારીને ચલાવી શકાય છે.
 
આ વેલ્લો વિલ ભારતમાં સૌપ્રથમ રાજસ્થાનમાં વેચાયા હતા. ત્યાના ગ્રામીણ લોકોએ પાણી ભરવા માટે આનો સહર્ષ સ્વીકાર પણ કર્યો. 45 લિટરની કેપેસિટીવાળા આ વેલ્લો વ્હિલની કિમંત સામાન્ય માણસને પોસાય તેવી રાખવામાં આવી છે.
 

Loading...

Loading...