એક એવો દેશ જ્યાં દિવાલો અંતર નહીં પણ પ્રેમ વધારે છે

25 Dec, 2015

 જ્યાં એકતરફ દિવાલોને હંમેશાથી જ વિભાજન અને અંતરનું પ્રતિક ગણવામાં આવે છે, ત્યાં ઇરાનના લોકોએ પોતાની અલગ જ વ્યાખ્યા રજૂ કરી છે. આ વિકાસશીલ દેશ કડકડતી ઠંડીની શરૂઆતનો અનુભવ કરી રહ્યા છે, ત્યાં દેશના લોકોએ આ દિવાલોને સુંદર ચીજોમાં ફેરવી દીધી છે. 

 
કોઇ અજ્ઞાત વ્યક્તિ દ્વારા એક નાનકડાં કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી, આ પહેલથી લોકોએ શહેરની દિવાલો ઉપર તેનો ઉપયોગ કરીને નવા કપડાં લગાડવાનું શરૂ કરી દીધું. BBCના રિપોર્ટ અનુસાર, કોઇ વ્યક્તિએ દિવાલ પર “If you don’t need it, leave it. If you need it, take it” વાક્ય લખ્યું. જેનો અર્થ થાય છે કે જો તમારે જરૂર નથી તો અહીં છોડી દો અને જરૂર છે, તો અહીંથી લઇ જાવ. 
 
કોઇ અજ્ઞાત વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવેલા આ નાનકડાં કેમ્પેઇનનો લોકોએ શહેરની દિવાલો પર પોતે ઉપયોગ કરેલા અથવા નવા કપડાંને લગાવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ અનેક લોકોએ તેઓના કપડાંની મદદથી બીજાંની સાથે પ્રેમ અને સ્નેહની ઉષ્માની વહેંચણી શરૂ કરી. શહેરની દિવાલો પર હુક્સ લગાવવામાં આવ્યા અને ઇરાનના અલગ અલગ શહેરોથી ભારેમાત્રામાં લોકો આવીને તેઓના કપડાં દાન કરવા લાગ્યા. જે વ્યક્તિએ આ કેમ્પેઇનની શરૂઆત કરી હતી, તેણે લોકોને સલાહ આપી કે ઓછી માત્રામાં કપડાં લાવે, તેનો ઉદ્દેશ્ય હતો કે દિવાલો નિરંતર કપડાંથી લદાયેલી રહે. 
 
ઇરાની યુવતીઓએ ફગાવ્યા બુરખા, ઓનલાઇન પોસ્ટ કરી તસવીરો, અહીં ક્લિક કરો