International

VIDEO: કવિતા સાંભળી 14 અઠવાડિયાનું ગર્ભ વગાડે છે તાળીઓ

તમે અનેક અજીબોગરીબ કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ, આ અનોખો કિસ્સો સાંભળીને તમારા પગ તળેથી ધરતી ખસી જશે. બ્રિટનમાં એક ગર્ભવતી મહિલાને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દરમિયાન અંગ્રેજી કવિતા સંભળાવવામાં આવી હતી.

જેને સાંભળીને ગર્ભમાં ઉછળી રહેલું 14 સપ્તાહનું શિશુ વારંવાર પોતાના હાથોને પરસ્પર મિલાવતો હતો. આ નજારો બિલકુલ તાળી વગાડતું હોય એમ હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

આ ચોંકાવનારો નજારો અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં સ્પષ્ટ જોઇ શકાય છે. આ અનોખો વીડિયો જેન કાર્ડિનલનાં યૂ ટયૂબ ચેનલ પર ગત 26 માર્ચે શેર કર્યો છે. Clap your hands, baby announcement નાં ટાઇટલથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 46 લાખથી પણ વખત જોવામાં આવ્યો છે.

Source By : Sandesh

Releated Events