સ્માર્ટફોનના એવા ઉપયોગો જે તમારા મિત્ર અને ગર્લફ્રેન્ડને પણ નહીં હોય ખબર

19 Sep, 2015

શું તમારો સ્માર્ટફોન માત્ર વાતો કરવા માટે કે ચેટિંગ કરવા માટે જ નથી હોતો, તેનાથી એવી બાબતો પણ કરી શકાય છે કે જે અંગે તમારી પાસે જાણકારી પણ નહીં હોય. જેમ કે તમે જાણો છો કે તમારો સ્માર્ટફોન તમારા ટીવી કે ડીવીડીના રિમોટને પણ ચેક કરી શકે છે, એટલે કે તમારુ રિમોટ ઠીક છે કે નહીં તે અંગેની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત પણ સ્માર્ટફોન ઘણી એવી બાબતો કરી શકે છે જે તમારા માટે જાણવી જરૂરી છે. અહીં આવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

ટીવી-અન્ય રિમોટને ચેક કરવા
ટીવી કે અન્ય રિમોટને ચેક કરવામાં સ્માર્ટફોન ઘણો મદદરૃપ થાય છે, નિષ્ણાતોના મતે જો તમે ઇચ્છો કે તમારા સ્માર્ટફોનથી ટીવી કે અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓના રિમોટને ખરાબ છે કે કેમ તે ચેક કરી શકો છો. આ માટે તમારે તમારા રિમોટનાં સેન્સરને ફોનના કેમેરાનાં સેન્સરની સામે રાખી દો અને બાદમાં રિમોટનું બટન દબાવો, જો સેન્સરમાં લાઇટ બ્લિંક કરી રહી હોય તો સમજી લો કે રિમોટ પૂરી રીતે ઠીક છે.

સ્માર્ટફોનથી બનાવો પ્રોજેક્ટર
જો તમારી પાસે સ્માર્ટફોન હોય અને કોઈ બાબતનું પ્રેઝન્ટેશન કરવાનું છે તો તેના માટે પ્રોજેક્ટરની જરૂર નહીં રહે, કેમ કે, સ્માર્ટફોન તમારા માટે એક પ્રોજેક્ટરની જેમ જ કામ કરશે. મૂવી પ્રોજેક્ટર બનાવવા માટે સૌથી પહેલાં મેગ્નિફાઇંગ લેન્સનું હેન્ડલ કાપી નાખો, બાદમાં તેને શૂ બોક્સમાં રાખીને ચારેય તરફથી માર્ક કરી લો અને બોક્સ કાપી લો. બોક્સમાં હોલ કર્યા બાદ લેંસને તેમાં ફિટ કરી દો અને ગ્લૂની મદદથી તેને ચોંટાડી દો, એ બાદ બોક્સમાં સ્માર્ટફોન રાખી દો પણ તે માટે મોબાઇલ રાખવાનું સ્ટેન્ડ બનાવો, હવે સ્માર્ટફોનમાં કોઇ વીડિયો કે મૂવી પ્લે કરો તો સીધા પ્રોજેક્ટર તરીકે મોબાઇલ કામ કરશે.

ઇયરફોનથી પણ ફોટો ખેંચી શકાય
સામાન્ય રીતે ઇયરફોન માત્ર ગીતો સાંભળવા કે વાતચીત માટે હોય છે પણ તેનો ઉપયોગ હવે વ્યક્તિ ઇચ્છે તો ફોટો લેવામાં કરી શકે છે. સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં આ ઇયરફોન ફિટ કરો અને બાદમાં કેમેરા સેટિંગમાં જઇને સેટિંગ સેટ કરો, જોકે આ માટે સ્માર્ટફોનમાં સુવિધા હોવી જરૃરી છે, એટલે કે દરેક સ્માર્ટફોનમાં આ પ્રકારની સુવિધા નથી હોતી.

સ્વાસ્થ્ય ચેક કરો
આજે સ્માર્ટફોનમાં અનેક પ્રકારની એપ્લિકેશન મળી રહે છે, જ્યારે કેટલીક એપ્લિકેશન માર્કેટમાં ડેવલપ થતી હોય છે, હવે તો માર્કેટમાં અનેક એવી એપ્લિકેશન આવી છે કે જે તમારા સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવામાં મદદ કરે છે, ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. એક વખત ઇન્ટોલ કર્યા બાદ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને ઠીક રાખવામાં કરી શકો છો.