International

USમાં ઇતિહાસ રચી ગુજરાતી માસ્ટર શેફ હેતલ વસાવડા પહોંચી ટોપ 10માં

ભારતીય મૂળની વ્યક્તિઓ પોતાની આગવી ખૂબીઓથી વિદેશમાં ભારતને ગર્વ અપાવે છે. અમેરિકાના ન્યૂજર્સીના બ્લૂમફિલ્ડમાં રહેતી 28 વર્ષની યુવતીએ અનોખો રેકોર્ડ બનાવી ભારતને ગર્વ અપાવ્યું છે. હેતલ વસાવડા નામની મૂળ ગુજરાતી યુવતીને અમેરિકાના રિયાલિટી કૂકિંગ શો ‘માસ્ટર શેફ યુએ’ની સીઝન-6માં પસંદ થઈ છે. જે પહેલી ઇન્ડો અમેરિકન શાકાહારી સ્પર્ધક છે. હેતલ ટોપ 10માં સ્થાન મેળવવા માટે સફળ રહી છે.

પહેલાથી શાકાહારી વાનગીઓ બનાવતી હેતલે બીફ વેલિંગ્ટન બનાવીને જજની પ્રશંસા મેળવી હતી. ગત સપ્તાહે ટીમ ચેલેન્જમાં હેતલને કેપ્ટન બનાવી હતી પરંતુ હેતલની ટીમ આ ચેલેન્જ હારી ગઈ હતી. આ હાર બાદ હેતલની ટીમના સભ્યો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં હેતલે મિલ્ક ચોકલેટના લાઇટ બેઝ પર કાર્ડેમમ-વેનિલા પેસ્ટ્રીને બેરીઝ અને રાસબરી જામથી કવર કરી હતી. હેતલની આ રેસિપી જજને પસંદ આવી હતી જેના કારણે તે સ્પર્ધામાંથી બહાર નીકળતા બચી ગઈ હતી.

હેતલ જ્યારે ફિલાડેલ્ફિયામાં યુનિવર્સિટી ઓફ સાયન્સમાં ભણતી હતી ત્યારે તેને રસોઇનો ભારે શોખ જાગ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ હતા. ઘરથી દૂર રહેતા ભારતીય વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક રીતે ભારતીય ભોજનની ભારે માંગ રહેતી. આથી પોતાની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ માટે તેણે રસોઇ બનાવવાનું શરૂ કર્યું. હેતલની ઇચ્છા પોતાનો જ કૂકિંગ બિઝનેસ શરૂ કરવાની છે. કૂકિંગમાં પોતાની માતાને આઇડિયલ માનનારી હેતલે જણાવ્યું હતું કે મારી મમ્મી કોઇ પણ રેસિપી રેગ્યુલર સ્ટાઇલમાં ન બનાવે. તે દરેક રેસિપીમાં પોતાનો ટચ આપે. જેમાં તે લોકલ ઇન્ગ્રિડિયન્સનો યુઝ કરતી હતી.

Source By : Sandesh

Releated Events