Gujarat

ગુજરાતનો આ તાલુકો બન્યો દેશનો પ્રથમ વાઈફાઈ તાલુકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલકિલ્લા પરથી સ્વચ્છ ભારત અને આદર્શ ગ્રામની વાત કરી હતી. અને દેશમાં વધતી જતી ગંદકી ગાંધીજીની જન્મજયંતિના સો વર્ષ સુધીમાં ખતમ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સેલિબ્રિટીઝ પણ જોડાઈ રહી છે. ત્યારે ગામડાને આદર્શ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ સાંસદ અને ધારાસભ્યને ગામ દતક લેવા માટે આગ્રહ કર્યો છે. ત્યારે આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરવાં જઈ રહ્યાં છીએ. ગુજરાતનું આ ગામ અત્યારે ચમકી રહ્યું છે. ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં નવ નિર્મિ‌ત તાલુકા સેવા સદનના લોકાર્પણની સાથે સાથે મુખ્યમંત્રીએ ૩૨ ગ્રામ પંચાયતોને વાઈફાઈથી જોડતા ડીજીટલ સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે ખેડબ્રહ્મા તાલુકો દેશનો પ્રથમ વાઈફાઈ તાલુકો બન્યો હોવાનું જણાવી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુંદરતાનો સમન્વય કરવાનું સૂચન કર્યું હતું અને દરેક શાળામાં કન્યાઓ માટે અલયાદુ શૌચાલય બનાવવામાં આવશે.

Source By : Divyabhaskar

Releated Events