International

વિદેશ જાઓ છો તો જાણો યુરોપીયન દેશોની અવનવી વાતો

* સ્કેન્ડીનેવીયન અને યુરોપિયન દેશોમાં ડ્રાઈવર્સ પંદર કલાકથી વધુ સમય સળંગ ડ્રાઈવિંગ કરી શક્તા નથી. ત્યાં દરેક પાળી વચ્ચે અગિયાર કલાકનો વિરામ હોવો ફરજિયાત છે.

* સ્ટોકહોમના દેવળમાં મુલાકાત માટે પ્રવેશ-શુલ્ક લેવાય છે.

* યુરોપની હોટેલ્સમાં પીવાના પાણીની સવલત રૂમમાં આપવામાં આવતી નથી. ત્યાં ગ્લાસ- ટમલર્સ રાખવામાં આવે છે. ત્યાંના નળમાં શુદ્ધ પીવાલાયક પાણી હોય છે જે ગમે ત્યાંથી પી શકાય છે. ઓસ્ટ્રિયામાં નળનું પાણી આલ્પ્સના ઝરણાંઓમાંથી આવે છે.

* ડેન્માર્કના કોપનહેગનની 'બેલા હોટલ'નો આગળનો ભાગ કાચથી ડિઝાઈન થયો છે. તેના બંને ટાવર ત્રાંસા છે તેના બાથરૂમ્સ પણ અનુપમ છે. તે કાચથી બનેલા છે તેના કેટલાંક ભાગો અપારદર્શક છે જે યુગલોની ગોપનીયતાને રક્ષે છે.

* હેલસિન્કિ અને સ્ટોકહોમ (સ્વીડન) વચ્ચે ચાલતી ક્રુઝની લોબીમાં આવેલી ઘડિયાળોમાં કલાકના બે કાંટા હોય છે જે બંને દેશોના એક કલાકના અંતરવાળા સમય બતાવે છે.

* ઓસ્લોમાં જૂન મહિનામાં સૌથી લાંબો દિવસ આવે છે જે દિવસે મધરાતે પણ સૂર્યનો પૂર્ણપ્રકાશ જોવા મળે છે.

* જર્મનીના ર્બિલનમાં 'બ્રેન્ડનબર્ગ' ખાતે લોકો સાઈકલ- રિક્ષાની મોજ માણતા દેખાય છે. અહીં પ્રવાસીઓ ફરવા માટે આવી રિક્ષાઓનો ઉપયોગ કરે છે.

Releated News