ટ્રેડ-શોના ૧૭ ડોમ, ૧,૩૦૦ સ્ટોલમાં સમગ્ર વિશ્વ સમાયું

09 Jan, 2015

પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) અને વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શો યોજાઈ રહ્યો છે. ટાઉન હોલમાં અદાજે ૧,૨૫,૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલું પ્રદર્શન પહેલા દિવસથી જ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ૧૫ પેવેલિયન અને ૧૭ ડોમમાં ભારત ઉપરાંત વિશ્વભરની કંપનીઓના ૧૩૦૦ જેટલા સ્ટોલમાં આખું વિશ્વ સમાયું હોય તેવી લાગણી મુલાકાતીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવિષ્કાર, નવતર પ્રયોગો, જ્ઞાાન, આયુર્વેદ, સંરક્ષણ, વિજ્ઞાાન સહિતનું પ્રદર્શન જોવા માટે બે દિવસ પણ ઓછા પડે તેટલા માહિતીસભર સ્ટોલ છે.

ટાઉન હોલના એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં ૭થી ૧૩ જાન્યુઆરી સુધી યોજાનારા ટ્રેડ-શોનું બુધવારે ઉદ્ઘાટન કરતી વેળા કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ પ્રદર્શન જોયા વિનાની યાત્રા અધૂરી હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય મંત્રીની આ વાતને સાર્થક કરતા ટ્રેડ-શોમાં ડોમ-પ્રદર્શનમાં એજ્યુકેશન એન્ડ નોલેજ, સંરક્ષણ અને ઊર્જા, હેલ્થકેર, આયુર્વેદ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિયલ એસ્ટેટ, રાજ્યના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો અને પીએસયુ, એગ્રો, ઓટોમોબાઇલ, બેન્કિંગ-ફાઇનાન્સ, જીસીસીઆઇ મહિલા પાંખ, ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ, પેટ્રોકેમિકલ, ઊર્જા સહિતના પેવેલિયનનો સમાવેશ કરાયો છે.

પ્રદર્શનમાં ૨૦૦૦થી વધુ કંપનીએ ભાગ લીધો છે. ૧૫૦થી વધુ દેશમાંથી આવેલાં ૨૫૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો અને બે મિલિયન લોકો પ્રદર્શનની મુલાકાત લે તેવો અંદાજ છે.

Loading...

Loading...