આ 5 પ્રવાસી સ્થળો છે દેશી, પણ ટુરિસ્ટ્સને કરાવે છે એકદમ વિદેશી ફિલ

10 May, 2016

 દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં દેશ અને વિદેશના ટુરિસ્ટ્સ ફરવા જાય છે. તેમાંય ખાસ કરીને કોઇ વિદેશના પર્યટનસ્થળોએ પ્રવાસ કરીને આવે ત્યારે ત્યાંનું અદભૂત વર્ણન કરતા છે. પણ તમને ખબર છે ભારતમાં પણ કેટલાક એવા ટુરિસ્ટ્સ ડેસ્ટિનેશન છે જે વિદેશને પણ ભૂલાવી દે. અહીં ભારતના પાંચ એવા ટુરિસ્ટ્સ ડેસ્ટિનેશનનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં ટુરિસ્ટ્સ એકવાર નહીં પણ વારંવાર જવાનું ઇચ્છે છે.

 
રોહતાંગ પાસ
 
રોહતાંગ પાસ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. મનાલીથી 51 કીમી ઉપર જઇએ એટલે આની સફર ચાલુ થઇ જાય છે. મનાલી-કેલાંગ/લેહ હાઇવેની આ સૌથી સુંદર અને રિસ્કી જગ્યા ગણાય છે. સામાન્ય રીતે ભાર હિમવર્ષાના કારણે આ પાસ વર્ષ દરમિયાન મોટાભાગે બંધ રહે છે, પણ જ્યારે ખુલે છે ત્યારે તેનો નજરો અલગ જ હોય છે. કેટલીય ફિલ્મોનું શૂટિંગ પણ અહીં જ થાય છે. અત્યારે  રસ્તાંની બન્ને બાજુ મોટી મોટી બરફની દિવાલ બની છે અને ટુરિસ્ટ્સ તેમાંથી પસાર થાય છે. 
 
ઓલ્ડ સિલ્ક રૂટ 
 
ઓલ્ડ સિલ્ક રૂટ તિબેટનો એક પ્રાચીન હિલ રોડ છે, જે લ્હાસાને જેલેપ લા પાસ દ્વારા ભારતને જોડવામાં આવે છે. અહીં ટુરિસ્ટ્સને અલગ જ દુનિયાનો અનુભવ થાય છે. આ રસ્તાં જેટલો સુંદર છે તેટલો જ રિસ્કી પણ છે. સાંપ જેવા આકારના દેખાતા આ રસ્તાંની એકવાર મુસાફરી જરૂર કરવી જોઇએ. 
 
લેહ-શ્રીનગર હાઇવે 
 
ઉંચાઇ પસંદ કરનારા લોકો માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે, લેહ-લદાહને દુનિયાની સૌથી ઉંચી મોટરેબલ રોડ્સમાં સામેલ કરવામાં આવ્યો છે. આ રસ્તો પણ જોખમથી કમ નથી તેમ છતાં હજારોની સંખ્યામાં દર વર્ષે ટુરિસ્ટ્સ અહીંથી પસાર થાય છે. 
 
મનાલી-લેહ હાઇવે 
 
મનાલીથી લેહ જવાનો રસ્તો એકદમ આકર્ષક છે, ટુરિસ્ટ્સ પણ અહીં વારંવાર આવવાનું પસંદ કરે છે. અહીંના બરફથી છવાયેલા પહાડો એક જબરદસ્ત અનુભવ આપે છે. આ રસ્તાં પર તમે ચાલીને કુદરતની સુંદરતા અને જોખમ બન્નેને રુબરૂ થઇ શકો છો. 
 
પંબન બ્રિજ (તામિલનાડું)
 
રામેશ્વરમ આઇલેન્ડ અને તામિલનાડુંને જોડતો પંબન બ્રિજ ભારતનું સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ બિજ એકદમ આખર્ષક અને સુંદર પણ છે. સમુદ્રની વચ્ચેથી પસાર થતો આ બ્રિજ તમને એક અલગ જ નજારો બતાવે છે. આઇલેન્ડમાં જતી વખતે આ પુલ પરથી પસાર થવું તે એક અવિસ્મરણીય અનુભવ બની જાય છે.
 

Loading...

Loading...