ઓક્ટોબરમાં ફરવા માટે બેસ્ટ છે આ 8 જગ્યાઓ, સોળે કળાએ ખીલી ઊઠે છે પ્રકૃતિ!

20 Oct, 2016

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઓક્ટોબરનો મહિનો આવતા જ તહેવારોની સીઝન શરૂ થઈ જતી હોય છે અને વાતાવરણ એકદમ રોમેન્ટિક બની જાય છે. આ એવો સમય હોય છે જ્યારે તમે તમારા પરિવારની સાથે નિરાંતની પળો માણવા માટે બહાર ફરવા જઈ શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારી રજાઓ અને આ રોમેન્ટિક મોસમનો આનંદ માણી શકો છો.
 
દાર્જિલિંગ,પશ્ચિમ બંગાળ
 
‘ક્વીન ઓફ હિલ્સ’ના નામથી ઓળખાતું દાર્જિલિંગ ડ્રીમ હોલિડે ડેસ્ટિનેશન છે. અહીં નેશનલ પાર્ક, ટૉય ટ્રેન, રૉક ગાર્ડન જેવી કેટલીય સુંદર જગ્યાઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. જો તમે આ મહિનામાં ક્યાંય ફરવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો દાર્જિલિંગ વિશે એક વખત જરૂરથી વિચારજો.

Loading...

Loading...