National

કંઈક તો વાત છે આ 'ક્લિવેજ'માં.. 'ક્લિવેજ' એટલે શું ?

શું તમે અત્યારે આ આર્ટિકલ પર માત્ર તેમાં લાગેલી ક્લિવેજની તસવીર જોઈને ક્લિક કર્યું છે? મને ખબર છે કે તમે એ જોઈને જ કર્યું છે. હવે એવો ડોળ કરવાનો બંધ કરો કે, તમે એવું નથી કર્યું. ખબર નહીં ક્યારથી, પણ મનુષ્ય ડિવિઝન્સ અને સ્પ્લિટ્સ જેવી વસ્તુઓ પાછળ પાગલ રહ્યો છે. પછી તે બે દેશોનું વિભાજન હોય કે પિઝ્ઝાનું, આદમી હંમેશા વિભાજનો પાછળ ગાંડો બન્યો છે. આવું જ એક બીજું વિભાજન છે ક્લિવેજ, જેની પાછળ પણ માણસનું ગાંડપણ વર્ષોથી ચાલ્યું આવ્યું છે.

મારા જેવા એક સામાન્ય માણસ માટે કોઈપણ સ્ત્રીના ક્લિવેજને જોવા, તેને એકીટસે તાક્યા કરવા અને તેમાં ખોવાય જવા માટે પોતાની ગરદન ફરવવી એ ખુબ જ મોટી વાત છે. જો તમે પણ મારી જેમ દરેક વસ્તુને ખુબ જ ધ્યાનથી જોવો છો, તો તમે પણ નોંધ્યું હશે, કે જ્યારે પણ એક સ્ત્રીના ક્લિવેજ દેખાવવાના શરૂ થાય છે ત્યારે બીજી સ્ત્રી ઈસારામાં તેને કહેતી હોય છે.
આ ક્લિવેજમાં કંઈક તો છે, જે તેને આટલા જરૂરી બનાવે છે. આપણા સમાજમાં ખુબ જ સાવધાનીથી છુપાવીને રાખવામાં આવેલા ક્લિવેજને શરમ, માતૃત્વ અને સુશીલતાના પ્રતિક માનવામાં આવે છે. પોતાના શ્વાસ રુંધાતા એક્જિસ્ટેંસમાંથી બહાર નીકળીને ખુલ્લી દુનિયા અને તેનાથી પણ વધારે એક ખુલ્લા વિચારોવાળી દુનિયામાં નીકળીને હવે તે બહાર આવ્યા છે. આજે ક્લિવેજ સ્ત્રીઓની આઝાદી અને ફેમિનિન સેક્સુઆલિટીના પણ સૂચક બની ગયા છે.
દ્રષ્ટિકોણ ભલે કોઈ પણ હોય, ક્લિવેજ હવે આઈકોન બની ગયા છે. જો કે સેક્સ્યૂઅલ આઈકોનના રૂપમાં તેની જગ્યા ખુબ જ વિવાદાસ્પદ છે અને હંમેશા તેના પર કેટલાય સવાલો ઉઠાવવામાં આવે છે. કેટલીક સંસ્કૃતિઓમાં સ્ત્રી વિરોધી લોકો ક્લિવેજ બતાવતી સ્ત્રીઓને 'અસભ્ય' અને 'ખરાબ' માને છે. (સાફ શબ્દોમાં કહીએ તો બેશરમ માને છે.) જો કે ક્લિવેજને વગર કારણે હદથી વધારે સમીક્ષાનો વિષય બનાવી દેવામાં આવ્યો છે. આવા લોકો માટે ક્લિવેજ અને તેનું પ્રદર્શન કોઈપણ સ્ત્રીના ચરિત્ર અને તેના સમ્માનનું પ્રતિક છે. જેટલું વધારે ક્લિવેજ દેખાય તેટલું ખરાબ તેનું ચરિત્ર.
આનાથી ઉંધું, ઉદાર વિચારધારાઓમાં ક્લિવેજને સેક્સ્યુલ લિબરેશન અને નારીત્વના, જશ્નના રૂપમાં જોવામાં આવે છે. સ્ત્રીઓ પોતાની ફેમિનિન સાઈડને પોતાના ક્લિવેજથી હાઈલાઈટ કરતી હોય છે. સ્ત્રીના શરીર અને માનવીય મગજના આઝાદીનું કારણ પણ તે બને છે.
આ બધાની પાછળ એક ત્રીજો દ્રષ્ટિકોણ પણ છે - એ સ્ત્રીઓનો, જે પોતના ક્લિવેજ પર પડી રહેલી દરેક નજર વિશે જાણે છે. આ નજરો તેમને ચીડ, ગુસ્સો અને શરમનો અનુભવ કરાવતી હોય છે.
જો તમને ના ખબર હોય કે તમારે તમારા ક્લિવેજનું શું કરવું છે, તો એવું વિચારીને સંતુષ્ટ રહો, કે આવા હજ્જારો લોકો બીજા પણ છે, જેઓ પણ આવો અનુભવ કરે છે. જો તમે કોઈની પાસેથી આ વિશે સલાહ લઈ રહ્યા છો તો બિલકુલ ના લો. કોઈને પણ તમારા શરીરને લઈને કોઈપણ પ્રકારની સલાહ ન આપવા દો. ના તમારી માતાને, ના તમારા સમાજને, ના તમારા ઓળખાણવાળાને અને ના કોઈપણ પ્રકારની ભારે-ભરખમ કિતાબને, આવું કરવાનો હક્ક છે.
તમારો દ્રષ્ટિકોણ ભલે જે પણ હોય, એ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખો કે છેલ્લો નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ કે, તમારે તમારા ક્લિવેજનું શું કરવું છે. તમે આ ત્રણેમાંથી એકપણ વિચારધારાને મહત્વની માનતા નથી, તો તમે પણ મારી સાથે જોડાય શકો છો. જેની માટે ક્લિવેજ એ માત્ર ક્લિવેજ છે આનાથી વધારે કંઈપણ ગંભીર તેમાં નથી. ચલો આરામથી બેસીએ અને કોઈના પણ વિશે કોઈપણ પ્રકારનું અનુમાન ન બાંધીએ..

Releated News