અત્રે એટલું બધું છે કે તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'

30 Oct, 2014

જ્યારે પણ આપની સામે ભારતના સૌથી સુંદર રાજ્યોમાંના એક અને અપાર સાંસ્કૃતિક વારસો ધરતાવતા ગુજરાતનું નામ આવતું હશે ત્યારે ચોક્કસ અમિતાભ બચ્ચન આપની સામે આવી જતા હશે પેલા ડાયલોગ સાથે 'કબ તક બેઠોગે સીમેંટ કે મકાનમે, કુછ દિન તો ગુજારીએ ગુજરાતમેં..' ગુજરાતમાં જોવા, જાણવા અને માણવા જેવું એવું ઘણું બધું છે, ગુજરાતનો પ્રવાસ ખેડ્યા બાદ આપ પણ આવું જ બોલવા લાગશો. ભારતના પશ્ચિમમાં આવેલ આ રાજ્ય પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે જગવિખ્યાત છે.

સિંધુ ઘાટી સભ્યતાના ઉદગમસ્થળના રૂપમાં વિખ્યાત ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવતું રહ્યું છે. હવે વાત જો ગુજરાતમાં પ્રવાસનની કરવામાં આવે તો આપને બતાવી દઇએ કે અત્રે એવું ઘણુ બધુ છે જેના પગલે લાખો પ્રવાસીઓ આ સુંદર રાજ્ય તરફ આકર્ષિત થયા છે.

તો આ જ ક્રમમાં અમે આજે આપને આ લેખ દ્વારા આપને બતાવવા જઇ રહ્યા છીએ સિંધુ ઘાટી સભ્યતાના ઉદગમસ્થળ ગુજરાતને કેટલીક એક્સક્લૂસિવ તસવીરોમાં. આ તસવીરોમાં ગુજરાતને જોઇને આપને પણ અત્રે પ્રવાસનો આનંદ માણવાનું ચોક્કસ મન થઇ જશે...

પાવાગઢનો કિલ્લો

કિલ્લાના મેહરાબોની મન મોહી લેનારી તસવીર.

સહસ્ત્રલિંગ તળાવ

પાટણ સ્થિત સહસ્ત્ર લિંગ તળાવના વધેલા અવશેષો.

કચ્છનું રણ

જો આપને પ્રકૃતિને સૌથી અનોખા રૂપમાં જોવું હોય તો કચ્છના રણની મુલાકાત ચોક્કસ લો.

લાખોટા મહેલ અને અજાયબઘર

જામનગર સ્થિત લાખોટા મહેલ અને અજાયબઘરની એક આકર્ષક તસવીર.

દ્વારકાધીશ મંદિર

દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિર જે દર વર્ષે લાખો કૃષ્ણ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ધોળાવીરા

સિંધુ ઘાટી સભ્યતાને નજીકથી સમજવી હોય તો ધોળાવીરા આવો.

શહેરની મસ્જિદ

ચાંપાનેર સ્થિત શહેરની મસ્જીદના બચેલા અવશેષો.

કેવડા મસ્જિદ

ચાંપાનેર સ્થિત કેવડા મસ્જિદની એક સુંદર તસવીર.

સિકંદર શાહનો મકરબો

બાદશાહ સિકંદર શાહ અને તેના પરિવારને સમર્પિત મકરબા.

જામા મસ્જિદ

મસ્જિદની દીવારો પર કરવામાં આવેલ નક્કાશી કામ જે કોઇને પણ મોહિત કરી દે.

પાલિતાણા જૈન મંદિર

આરસપહાણથી બનેલા પાલિતાણાના જૈન મંદિર હંમેશા જ પ્રવાસીઓ માટે ધાર્મિક યાત્રાનું સ્થળ રહ્યા છે.

બ્રહ્મા કુંડ

સ્ટેપવેલની એ નક્કાશી જે કોઇને પણ આશ્ચર્ય ચકિત કરવા માટે પૂરતી છે.