જુલાઈમાં જન્મેલા વ્યક્તિઓ હોય છે ખાસ

08 Jul, 2015

 જુલાઈ મહિનામાં જન્મેલા વ્યક્તિઓ વિશેષ હોય છે. તેઓ જીવનમાં જે કાંઈ નિર્ણયો લે છે તે લાગણીવશ થઈને લેતા હોય છે. એવા પ્રસંગો બહુ જ ઓછા હોય છે કે તેઓ ત્યારે દિમાગથી નિરણય લે છે. તેમની નિર્ણય ક્ષમતા નબળી હોય છે. પણ એક વાતમાં તે પાવરધા હોય છે. તેઓ વ્યક્તિને ઓળખવાની ગજબનાક શક્તિ ધરાવતા હોય છે. સાફ દિલના હોવાને કારણે તે લોકોમાં પણ વિશેષ લોકપ્રિય હોય છે. કોઈપણ કામ કરવાનું એકવાર નક્કિ કરી લે તો તેને પુરું કરવાની કોશિશ કરતા રહે છે. ક્યારેક વધુ પડતા ઉતાવળા હોય છે. તેમાં તે ક્યારેક સારી તકો ગુમાવી દે છે. આમછતાં તેમનામાં ઉત્સાહ અને ઉર્જાનું લેવલ અન્ય લોકોની તુલનામાં ઘણું વધું હોય છે. 

 
ખાવાના શોખિન
જુલાઈમાં જન્મનારા ખાવાના શોખિન  હોય છે. તેઓ ક્યારેય પૈસાની પરનવાહ કરતા નથી. આમછતા તેમનું ખિસ્સું ક્યારેય ખાલી રહેતું નથી. તેઓ શ્રેષ્ઠ ક્વાલિટીવાળા ખોરાકના શોખિન હોય છે. તેમને શાનદાર ઘરમાં રહેવાનું પસંદ હોય છે. સામાન્યરીતે જુલાઈ મહિનામાં જન્મેલા વ્યક્તિનું ગણિત કરજોર હોય છે. પણ તેમાં કેટલાંક અપવાદ હોય છે. જો વ્યક્તિ મિથુન લગ્ન ધરાવતી હોય તો ગણિતમાં સારા હોય છે. તેમનામાં સારી સંચાલન શક્તિ પણ હોય છે. 
 
મદદગાર વ્યક્તિત્વ
જુલાઈમાં જન્મનારા પ્રકૃતિ, કલા, પત્રકારિતા, વાંચન, અભ્યાસ, ખેલ સંગીત જેવા વિષયોમાં રસ ધરાવતા હોય છે. તેઓ સામાન્યરીતે પરગજુ હોય છે. શક્ય હોય ત્યાં સુધી કોઈનેપણ બની શકે તેટલી મદદ કરી છૂટે છે. તેઓ મોટેભાગે સૌને સાથે લઈને ચાલવાવાળી વ્યક્તિઓ હોય છે. 
 
શુભ અંક
જુલાઈમાં જન્મનારાઓમાંથી મૂળાંક 2 ધરાવનારી વ્યક્તિઓ ભાવનાશીલ હોય છે. મૂળઆંક 5 ધરાવનારી વ્યક્તિ સૌથી વધુ શુભફળદાયી હોય છે. 6,3 અને 8 અંક શુભ અને 1તથા 4 સારું નરસું કોઈપણ પરિણામ આપનારા નિવડે છે. 7 અને 9નો વિશેષ પ્રભાવ હોતો નથી. તેમને શિવ, હનુમાનજી તેમજ વિષ્ણુભગવાનની આરાધના કરવાથી લાભ થાય છે.
 
આ જાતકો સામાન્યરીતે કોઈપણ વાતમાં કુદી પડતા નથી. તેઓ મધુરવાણી અને કાર્યકુશળતાથી પોતાના કાર્યો કરવાનારા હોય છે. તેમનામાં કાર્યનિષ્ઠા જોવા મળે છે. તેમને સોંપાયેલું કાર્ય રપરપ કરવાની કોશિશો  કરતા રહે છે.