મિસ વર્લ્ડ 2014 જાહેર: દક્ષિણ આફ્રિકાની રોલીની સ્ટ્રૌસે જીત્યો ખિતાબ

15 Dec, 2014

એક્સેલ લંડન એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભમાં મિલ વર્લ્ડની જાહેરાત થતા દુનિયાને નવી મિસ વર્લ્ડ મળી ચુકી છે. પહેલાથી જ આ રેસમાં પ્રબળ દાવેદાર ગણાતી સાઉથ આફ્રિકાની રોલીની સ્ટ્રૌસે મિસ વર્લ્ડ 2014નો ખિતાબ પોતાના નામે કર્યો છે. લંડનનાં સ્થાનિક સમય અનુસાર 2:30 અને ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 8 વાગે મિસ વર્લ્ડ 2014 ફાઈનલનો પ્રારંભ થયો હતો.

20 નવેમ્બરથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં 125 રાષ્ટ્રોની ટેલેન્ડેડ સુંદરીઓએ ભાગ લીધો હતો. ત્યારે આજે યોજાયેલા મિલ વર્લ્ડ ગ્રાન્ડ ફિનાલેમાં વર્ષ 1994ની મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચને પોતાના પરિવાર એટલે કે પતિ અભિષેક, દિકરી આરાધ્યા અને માતા વૃન્દા રાય સાથે ખાસ હાજરી આપી હતી. એશ્વર્યાને અહીં  ‘મોસ્ટ સસ્કેસફુલ મિસ વર્લ્ડ એવોર્ડ ઈન લંડન’થી સન્માનિત કરવામાં આવી હતી. એશ્વર્યાએ અભિષેક, આરાધ્યા અને માતા વૃન્દા રાય સાથે સ્ટેજ પર આવી તમામ સ્પર્ધકોને સંબોધન કર્યું હતું.
 
એશ્વૈર્યા રાયે જણાવ્યું હતું કે, 'હું અહીં આ સન્માન બદલ અભિભુત છુ.મને આ સન્માનથી નવાજવા બદલ અને આ ટાઇટલને કાયમ રાખવા બદલ હું મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનો આભાર વ્યક્ત કરું છું. ' મિસ વર્લ્ડ 2014ની રેસમાં મોડેલ કોયલ રાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ટોપ ટેન સેમિ ફાઈનલિસ્ટમાં સમાવેશ થયા બાદ ટોપ ફાઈલ સેમિ ફાઈનલિસ્ટમાં તેમને સ્થાન મળ્યું ન હતું.
 
 
ટોપ ફાઈવ સેમિ ફાઈનલિસ્ટ
 
1 હન્ગ્રી
2 ઓસ્ટ્રેલિયા
3 સાઉથ આફ્રિકા
4 યુનાઇટેડ સ્ટેટ્સ
5 ઇંગ્લૅન્ડ
 
ટોપ ટેન સેમિ ફાઈનલિસ્ટ

10 ઓસ્ટ્રેલિયા
9 મેક્સિકો
8 યુનાઈટ સ્ટેસ્ટ
7 કેન્યા
6 હન્ગ્રી
5 બ્રાઝિલ
4 ગુયાના
3 ઈન્ગલેન્ડ
2 સાઉથ આફ્રિકા
1 ઈન્ડિયા