બાળકને વિશ્વની ભૂગોળ શીખવતા પહેલાં તેને પોતાના પ્રદેશની ભૂગોળ શીખવીએ

23 Dec, 2015

 જીવનમાં શીખતા રહેવું જોઇએ, પરંતુ શું કેટલું? કેવું ? કઇ રીતે ? એ અતિ મહત્ત્વની બાબત છે. આજે ઘણીવાર એવું લાગે છે કે બાળકને ફરજિયાત ઇતિહાસ ભણાવવાની જરૂર ના હોઇ શકે. બાળક ઇતિહાસમાં વધુ પડતું યુદ્ધ, હાર-જીત, કપટ, સ્વાર્થ વગેરે જ સાંભળે, શીખે છે. કેટલાંયે રાજા", પ્રદેશો કે સાલ વગેરે જેવી માહિતી યાદ રાખવા પાછળ બાળકની એનર્જી ખોટી વેડફાય છે. હા, ઇતિહાસમાંથી શીખવા જેવું હોય એ લઇ અને વર્તમાન સાથે એનું જોડાણ કરી અને કંઇક નવું ચોક્કસ શીખવી શકાય પરંતુ બધા બાળકોને ફરજિયાત નહીં જે બાળકને ઇતિહાસમાં રસ હોય તે આગળના અભ્યાસમાં ભલે શીખી શકે. અર્થશાસ્ત્રની થિયરી શીખવવાં કરતાં, બાળક સાચી રીતે અર્થશાસ્ત્રમાં સામેલ થઇ શકે એવું કરી શકાય. દા. ત. પસ્તીનો ઉપયોગ કે નિકાલ બાળક જાતે કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય. આજની મોંઘીદાટ શિક્ષણ પદ્ધતિથી કેટલીયે સ્ટેશનરી બગડે-કુંટુંબ પર આર્થિક રીતે અસર રહે અને વિશાળ રીતે જોઇએ તો આપણા સમગ્ર અર્થતંત્ર પર અેની માઠી અસર રહે. તો બિનજરૂરી ખર્ચથી બાળકને દુર રાખીને સાચી રીતે અર્થતંત્રને મદદરૂપ બની શકાય.

 
બાળકને વિશ્વનું ભૂગોળ શીખવવું પરંતુ સર્વ પ્રથમ તેને પોતાના પ્રદેશનું ભૂગોળ શીખવીએ. એને પોતાના પ્રદેશની નદી, પહાડ, જંગલ વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન આપવું. જીવંત ભૂગોળ શીખીને બાળક સાચો વિકાસ કરી શકશે.બાળકને વિશ્વનું ભૂગોળ શીખવવું પરંતુ સર્વ પ્રથમ તેતે પોતાના પ્રદેશનું ભૂગોળ શીખવીએ. એને પોતાના પ્રદેશની નદી, પહાડ, જંગલ વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન આપવું. જીવંત ભૂગોળ શીખીને બાળક સાચો વિકાસ કરી શકશે.  ટૂંકમાં ગણિત-વિજ્ઞાન અને કોઇ એક ભાષા ફરજિયાત હોઇ શકે. બાકીના તમામ વિષય બાળક પોતાના રસ મુજબ શીખે. એ વિષયનું મહત્વ કે પ્રમાણ પણ બાળક નક્કી કરી શકે તો વધુ સારું રહે !! હા, ચિત્ર, સંગીત કે રમતગમત વગેરે પ્રત્યે પણ બાળકોને પ્રેરવા જોઇએ. ફરજિયાત નહીં પરંતુ પ્રેરિત જરૂર કરી શકાય.
 
ચિત્રથી બાળકમાં સૌંદર્ય દૃષ્ટિ વિકસે, બાળક વ્યવહારિક બની શકે. સંગીતથી બાળક Harmoney with life and nature સાધી શકે. રમતગમત માત્ર શારીરિક ક્રિયા કે કોઇને હરાવીને જીતવા માત્રનો ઉદ્દેશના બની રહે પરંતુ તે બાળકમાં ખેલદિલીનો ગુણ વિકસાવે. "રમવું' જ કેન્દ્રમાં હોય. આમ, બાળક જીવે છે એટલે એને જીવનલક્ષી શિક્ષણ આપવું. આ પ્રકારના શિક્ષણથી જ બાળકમાં પૂર્ણતા આવશે અને પૂર્ણતામાં જ સચ્ચાઇ અને સુંદરતા છે.  બધાને સારું અને સમય મુજબનું પરિવર્તન જોઇએ પણ પ્રશ્ન એક જ થાય કે કરે કોણ ω શિક્ષણમાં આજના સમયના સંદર્ભમાં પરિવર્તનની જરૂર છે. એવું બધાને લાગે છે. આ માટે ઘણાં પાસે મોટી વાતો છે, વિચારો કે યોજનાઓ પણ છે, પરંતુ તટસ્થ આયોજન કરી અેને અમલ કરી શકવાની હિંમત નથી. ક્યાં સુધી ભણો, ભણાવો અને પરિણામ પાછળ વેંતરા કરોની મનોવૃત્તિ ચલાવશું ω ચાલોને પરિવર્તન કરીએ. પરિવર્તન ભલે ધીમું હશે પણ એની અસર ઉંડી રહેશે.
 
શિક્ષણનો ઉદ્દેશ શીખવા-શીખવવાનો હોય છે, પરંતુ આજે શિક્ષણની દિશા ખોટી છે અને તેથી બળકની દશા પણ દયનીય છે. જીવનમાં ઘણું બધું શીખી શકવાના મહત્વના ગાળામાં બાળક આજે શિક્ષણ પદ્ધતિના જટિલ માળખામાં ગુંચવાઇ રહે છે. આજની શિક્ષણ પદ્ધતિ કે ટેક્નોલોજીના વિકાસથી બાળકો IQ વધ્યું છે પરંતુ જો એનામાં EQ પણ વધી રહે તો બાળક તેનો સંયોજિત ઉપયોગ કરી શકવા આત્મવિશ્વાસુ બની શકે.
 
એક નજરે એવું લાગે કે આજે શિક્ષણને જીવન સાથે ખાસ કોઇ સંબંધ જ નથી. બસ, પુસ્તક, પરીક્ષા અને પરિણામ સાથે બધું પૂરું !! બાળક પર માહિતીનો વધુ પડતો બોજ રહેવાથી ચિંતનશક્તિનો વિકાસ મંદ પડી રહ્યો છે. જાણે જીવનના બે ભાગ પડી ગયા છે. એક ભાગ ભણે ત્યાં સુધી અને બીજા ભણી લીધા પછીનો, જીવવું અને શીખવું  એ તો સાથે જ હોય ને !! જીવનભર શીખતા રહેવું એ આપણો કુદરતી ગુણ છે પણ આજે પુસ્તક, પરીક્ષા અને પરિણામમાં જ શિક્ષણ સંકોચાઇ રહ્યું છે, પુસ્તક નહીં વાંચે તો બાળક નાપાસ થશે અને તેથી જાણે એણે કેટલુંયે ગુમાવી દીધું હોય એવું વર્તન બીજાઓ દ્વારા કરવામાં આવશે. નાપાસ થવાની બીકે બાળકને ફરજિયાત પુસ્તક વાંચવું પડે, ગોખવું પડે, પરીક્ષાને લીધે અેની યાદશક્તિ કે તર્કશક્તિ વધી શકે પરંતુ શીખવાનું મૂળ તત્વ કે સર્વાંગી વિકાસનું મહત્ત્વ તો બાજુ પર જ રહી જાય છે.
 
બાળકની અજોડ શક્તિઓ સુષુપ્ત રહી જાય છે. લખી લેવાના કે યાદ રાખી લેવા વગેરે જેવું કોઇ એક કૌશલ્ય તેના સમગ્ર વિકાસ માટે પૂરતું ન હોઇ શકે. બધાની સમજવાની ગતિ અને ગ્રહણશક્તિ અલગ અલગ હોય. બધાની શારીરિક કે માનસિક દશા પણ અલગ અલગ હોય તો પછી કેમ આપણે એ બધાને એક જ ઘાટનો આકાર આપવાની અયોગ્ય કોશિશ કરી રહ્યા છીએ ωω આજની શિક્ષણ પદ્ધતિમાં શીખવવાની પણ જાણે કેટલીક ચોક્કસ પદ્ધતિઓ છે. તમે જ વિચારો કે અલગ અલગ ભાવજગત, પરિસ્થિતિ, આશાઓ, રસ, રુચિ કે ક્ષમતા ધરાવનાર બાળકોને કોઇ એક પ્રકારની રીતે જ કેમ શીખવી શકાય ω આટલું બધું કર્યા પછી પણ જો બાળક અપેક્ષિત કાર્યને પહોંચી ના શકે તો હવે કંઇ ન થઇ શકે.' એવું લેબલના લગાવો, બાળકમાં શ્રદ્ધા રાખી એને સમજો, કચાદ સમજમાંથી કંઇક એની ક્ષમતાનો વિકાસ થશે.