અનોખુ મંદિર, જ્યાં 1 જ શિવલિંગની બે અલગ-અલગ સ્થાને થાય છે પૂજા!

11 Jan, 2016

 ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવના ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગ ઝારખંડની ગોઇલકેરામાં મહાદેવશાલ મંદિરમાં સ્થાપિત છે. ખંડિત હોવાને કારણે એક જ શિવલિંગના બે ભાગની પૂજા બે અલગ-અલગ સ્થાનો પર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ શિવલિંગને તોડવાને કારણે એક બ્રિટિશ એન્જીનિયરનું મૃત્યુ થયું હતું.

 
કેવી રીતે થયું અહીંનું શિવલિંગ ખંડિતઃ-
 
માન્યતાઓ મુજબ, લગભગ 19મી સદીમાં આ જગ્યાએ કામ કરતાં થોડાં મજૂરોને ખોદકામ દરમિયાન એક શિવલિંગ જોવા મળ્યું હતું. જમીનમાંથી શિવલિંગ પ્રાપ્ત થવાને કારણે મજૂરોએ તે જ સ્થાને શિવલિંગને સ્થાપિત કરવાનું અને આગળ કામ બંદ કરવાની વાત જણાવી. મજૂરોની વાત સાંભળીને બ્રિટિશ એન્જીનિયરે ગુસ્સામાં આવીને શિવલિંગ ઉપર પાવડાથી પ્રહાર કરી દીધો, જેના કારણે તે શિવલિંગના બે ટૂકડામાં વહેંચાઇ ગયું.
 
તે જ દિવસે મૃત્યુ પામ્યો હતો એન્જીનિયરઃ-
 
એવું કહેવામાં આવે છે કે, આ ભૂલને કારણે તે એન્જીનિયરનું મૃત્યુ થયું હતું. તે દિવસે જ સાંજે કામથી પાછા ફરતી સમયે બ્રિટિશ એન્જીનિયરની મૃત્યુ થઇ ગઇ હતી. આ જોઇને અન્ય બધા બ્રિટિશ ઓફિસરોને શિવલિંગના મહત્વ અને ચમત્કાર ઉપર વિશ્વાસ થઇ ગયો હતો.
 
બે જગ્યાઓ પર સ્થાપિત છે આ શિવલિંગઃ-
 
ખોદકામમાં જ્યાં શિવલિંગ મળી આવ્યું હતું ત્યાં આજે મહાદેવશાલ નામનું શિવ મંદિર છે. મહાદેવશાલ મંદિરમાં શિવલિંગનો એક અડધો ભાગ સ્થાપિત છે અને શિવલિંગનો બીજો ભાગ ત્યાંથી બે કિલોમીટર દૂર રતનબુર પહાડી પર માતા પાઉડી નામની દેવીની સાથે સ્થાપિત છે. રતનબુર વિશે એવું કહેવામાં આવે છે કે, પાવડાથી પ્રહાર કર્યા પછી શિવલિંગનો બીજો ભાગ ઉડીને અહીં સ્થાપિત થઇ ગયો હતો.
 
150 વર્ષોથી થઇ રહી છે પૂજાઃ-
 
માન્યતા મુજબ, આ શિવલિંગની સ્થાપના લગભગ 150 વર્ષો પહેલાં થઇ હતી, ત્યારથી જ નિયમિતરૂપથી શિવલિંગના બે ભાગોની પૂજા કરવામાં આવે છે. પરંપરા મુજબ, પહેલાં શિવલિંગ અને તેના પછી પાવડાની પૂજા કરવામાં આવે છે.
 

Loading...

Loading...