પાકિસ્તાનના આ મંદિરમાં શિવરાત્રિ પર હજારો ભક્તો ઊમટી પડે છે

16 Nov, 2014

પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણી હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર, કટાસરાજ મંદિર અને હિંગળાજ મંદિરની, ગોરી મંદિર, હિંગળાજ માતાજીના મંદિર, શારદા મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ. આ શ્રેણીમાં અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા રત્નેશ્વર મહાદેવના મંદિરમાં.

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ શારદા મંદિરમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
પાકિસ્તાનમાં આવેલા આ મહાદેવના મંદિરની અમે આપને માહિતી આપવા જઇ રહ્યા છીએ તે મંદિર ખૂબ જ અનોખું છે અને તે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ મંદિર એક પહાડની ગુફામાં બનાવવામાં આવ્યું છે, કહેવામાં આવે છે કે આ મંદિર 300 વર્ષ જુનું છે.

અત્રે નોંધનીય છે કે રત્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરાવામાં આવેલી છે. દરવર્ષે અહીં મહાશિવરાત્રીના દિવસે લગભગ 25000થી પણ વધારે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે ઊમટી પડે છે.
આ મંદિર ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે તેની પાસે એક પુલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. એપ્રિલ 2014માં મંદિરની પાસે પુલ નિર્માણને લઇને પાકિસ્તાનમાં વસતા હિન્દુઓએ મંદિર બચાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ વિવાદને જોઇને પાકિસ્તાનના ચીફ જસ્ટિસ તસ્સાદુક હુસૈન જિલાનીએ સરકાર પાસેથી પર્યાવરણ સંબંધી રિપોર્ટ મંગાવ્યો છે. રત્નેશ્વર મહાદેવ મંદિર હિન્દુઓની આસ્થાનું પ્રતીક બની ગયું છે.