ગુગલનું chrome cast ભારતમાં ક્યારનું લોન્ચ થયું, પણ છે આ બલા શું છે ખબર છે?

07 Jan, 2015

છેલ્લા એક વર્ષની ઈંતેજારીના અંતે હવે ગુગલનું ક્રોમ કાસ્ટ ભારતમાં લોન્ચ થયું છે. વિડીયો અને મૂવીઝ એ પણ ટીવી સ્ક્રીન પર એચ.ડી. ક્વૉલીટીમાં નિહાળવા ઈચ્છતા દર્શકો માટે ગુગલ ક્રોમ કાસ્ટ એક અદ્ભૂત પર્યાય બની રહેશે. જોકે ટેકનોલોજી અને ફિચર્સની રીતે ક્રોમ કાસ્ટ શું છે તે બાબતે ભારે દુવિધા હોઈ, આ વખતે ક્રોમકાસ્ટની ખણખોદ કરીએ.

માત્ર ૨.૮૩ ઈંચનું ડીજીટલ મીડીયા પ્લેયર એટલે ક્રોમ કાસ્ટ, કે જે મૂળભૂત રીતે જોવા જઈએ તો એક એચ.ડી.એમ.આઈ. ડોંગલ છે, કે જે ઈન્ટનેટનાં માધ્યમથી વાઈફાઈ કે પછી લોકલ નેટવર્ક વડે ઓડિયો કે વિડીયો સ્ટ્રીમીંગ કરે છે. વપરાશકારો મોબાઈલ એપ કે વેબ એપ. કે જે ક્રોમ કાસ્ટ ટેકનોલોજી સપોર્ટ કરતી હોય તેના થકી આ ડિવાઈસને ઉપયોગમાં લઈ શકે છે. અત્યારે તો હજી શરૃઆત છે, પરંતુ આવનારા દિવસોમાં આ તકનીક આપણા ટેલીવિઝન સેટને સંપૂર્ણ રીતે ઓપરેટ કરતી થશે જેમાં બે મત નથી.

આ ટચૂકડા સાધનને એચ.ડી.એમ.આઈ. પોર્ટમાં પ્લગઈન કરવાનું હોય છે, જ્યારે તેને જેતે ડિવાઈસ કાર્ય કરવા માટે પાવર સપ્લાય પૂરો પાડે છે. આ પછી ક્રોમકાસ્ટ આપને બે વિકલ્પ આપે છે. જેમાં એક મોબાઈલ એપ અને બીજો વેબ એપનો વિકલ્પ હોય છે. જે સિલેક્ટ કર્યા બાદ તેનાં દ્વારા વિવિધ વિડીયો કે ફિલ્મો કે પછી યૂ ટયુબની વીડીયો ક્લીપનું લિસ્ટ તમારા સ્ક્રીન સમક્ષ વિવિધ સ્ટોર્સમાં તમારી સામે આવી જાય છે. ક્રોમ કાસ્ટ માત્ર વીડીયો કે ઓડીયો સ્ટ્રીમીંગ જેવાં કાર્યો જ કરે છે, જેને પગલે તમારા ટેબ પર આવતા મેસેજો કે ઈમેઈલથી તેને વિક્ષેપ પડતો નથી. એટલું જ નહિ પરંતુ તમારા ટીવીમાં એચડીએમઆઈ પોર્ટ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. આજકાલ બજારમાં વિવિધ મોટા ભાગનાં ટીવીમાં આ સુવિધા આપવામાં આવે છે.

ક્રોમ કાસ્ટના હાર્ડવેરની વાત કરીએ તો તેમાં મારવેલ ૮૮ડીઈ૩૦૦૫ (આર્મડા-૧૫૦૦ મીની) ચીપ ધરાવે છે. તેની સાથે તેમાં વી.પી. ૮ અને એચ ૨૬૪ વીડીયો કોમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ડીડીઆર૩એલ શ્રૃંખલાની ૫૧૨ એમ.બી. રેમ છે અને ૨જીબી ફ્લેશ સ્ટોરેજ છે. જ્યારે તે ક્રોમ ઓએસ ઉપર કાર્ય કરે છે. હાલ કેટલીક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ અને મોબાઈલ કંપનીઓ ક્રોમ કાસ્ટ પર વિશેષ ઓફર આપી રહી છે. તમે ક્રોમ કાસ્ટનો મોબાઈલ, ટેબલેટ અને ટીવી પર ઉપયોગ કરી શકશો.

Loading...

Loading...