Gujarat

સુરતમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડઃ ૫૨૧ કન્યાઓના હાથે મૂકી મહેંદી

પી.પી. સવાણી પરિવાર દ્વારા ૧૧૧ પિતા વિહોણી દીકરીઓના નિકાહ અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે તમામ દીકરીઓ અને મહેમાનોના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી. આ તકે કુલ ૫૨૧ યુવતીઓને હાથમાં મહેંદી મુકીને એકી સાથે સૌથી વધુ મહેંદી મૂકવાનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. આ તકે ગિનિઝ બુકની પ્રતિનિધી અન્નો ઓક્સફર્ડ હાજર રહી હતી અને રેકોર્ડને માન્યતા આપી હતી.
 
પી.પી.સાવણી ગ્રુપ દ્વારા આયોજિત પિતા વગરની 111 કન્યાઓના સમૂહ લગ્ન પ્રસંગે આજે મહેમાનોના હાથમાં મેદી મુકવામાં આવી. ત્રણ કલાકના કાર્યક્રમમાં દિકરીઓના હાથમાં ‘બેટી બચાવ’ નો સંદેશ આપતી મેદી લગાવવામાં આવી. મહેંદી મુકવાનો રેકોર્ડ નોંધવા ગ્રીનીશ બુકની ટીમ આવી. આ ટીમે એક સાથે ૫૨૧ યુવતીઓને મહેંદી મુકવાના વિક્રમની નોંધ લીધી હતી. અને પ્રમાણ પત્ર આપ્યું હતું.આ સમૂહ લગ્નનું આયોજન અબ્રામા ખાતે આવેલ પી.પી.સવાણી કેમ્પસમાં રાખવામાં આવ્યુ છે. જેમાં અંદાજે 1 લાખ લોકો આવશે જ્યારે કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને પૂજ્ય દીદીમાં સાધ્વી ઋતંભરાજી સહિત શહેર અને રાજ્યના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તમામ કન્યાઓને રૂ.5 લાખનો કરીયાવર આપવામાં આવશે. આ સમૂહલગ્ન સામાન્ય નથી પણ બેટી બચાવો અને સ્વચ્છતાના સંકલ્પ પણ સમૂહલગ્નમાં નવદંપતિ લેશે. 

Source By : Divyabhaskar

Releated News