તમારા ટીવીને કમ્પ્યુટરમાં બદલી નાખશે આ સ્ટિક

12 Jan, 2015

ઈન્ટેલ આપના માટે એક એવું ડિવાઈસ લઈને આવ્યું છે કે જેનાથી આપ આપના ટીવીને એક ફૂલ-ફ્લેજ્ડ કમ્પ્યુટરમાં બદલી શકો છો. ડોંગલ જેવા આ ડિવાઈસમાં વિન્ડોઝ 8.1 અથવા લાઈનક્સ પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે.

4 ઈંચ લાંબા આ ડિવાઈસમાં ક્વાડ-કોર ઈન્ટેલ એટમ પ્રોસેસર આવે છે. તેમાં ઈન-બિલ્ટ વાયરલેસ કનેક્ટિવિટી, ઓન બોર્ડ સ્ટોરેજ અને એડિશનલ સ્ટોરેજ માટે માઈક્રો એસડી કાર્ડ સ્લોટની સુવિધા છે. ઈન્ટેલ કમ્પ્યુટર સ્ટિકને આ જ વર્ષે લોન્ચ કરાશે.

આ સ્ટિકના વિન્ડોઝ 8.1 વર્ઝનમાં 32 જીબી સ્ટોરેજ અને 2 જીબી રેમ છે. તેની કિંમત 149 ડોલર એટલે કે લગભગ 9315 રૂપિયા રખાઈ છે. તેના લાઈનક્સ વર્ઝનની કિંમત 89 ડોલર રખાઈ છે. તેમાં 8 જીબી સ્ટોરેજ અને 1 જીબી રેમ છે.

સ્ટિકના અન્ય સ્પેસિફિકેશન

સીપીયુ: ઈન્ટેલ એટમ પ્રોસેસર Z3735F

પીએમઆઈસી: ડૉલર કોવ AXP288

મેમરી: 2 જીબી DDR3L

સ્ટોરેજ: eMMC 16 જીબી/32જીબી/64 જીબી

એક્સ્પાન્ડેબલ સ્ટોરેજ: માઈક્રો એસડી કાર્ડ સ્લોટ

ડિસ્પ્લે: એચડીએમઆઈ (મેલ કનેક્ટર)

વાઈફાઈ: IEEE 802.11bgn

બ્લૂટૂથ: 4.0 HD uART

એન્ટેના: 30mm x 6.5mm x 2 mm

યુએસબી: USB2.0 કટ ટાઈપ A x 1

પાવર ઈનપૂટ: માઈક્રો-યુએસબી 2.0 બી કનેક્ટર

પાવર બટન: હા

એડેપ્ટર: 10W (5v/2a)

એલઈડી ઈન્ડિકેશન: પાવર સ્ટેટસ ઈન્ડિકેટર

OS: વિન્ડોઝ 8.1, બિંગની સાથે 32 બીટ