થોડી જ મિનીટોમાં ભરો તમારુ આવકવેરા રિટર્ન, આ છે સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ

25 Aug, 2015

 ઓનલાઇન રિટર્ન ભરવાનું ઘણું આસાન થઇ ગયું છે. તમે કોઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની મદદ વિના આવક વેરો ભરી શકો છો. ઓનલાઇન રિટર્ન ભરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ક્લેઇમ રિફંડ જલ્દી મળે છે. જો તમારી વર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો ઓનલાઇન રિટર્ન ભરવાનું અનિવાર્ય છે. જોકે, 80 વર્ષથી ઉપર સિનીયર સિટીઝન્સ પર આ નિયમ લાગુ પડતો નથી. આજે મનીભાસ્કર તમને ઓનલાઇન રિટર્ન કેવી રીતે ભરી શકાય તે માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપી રહ્યું છે.

 
1: સૌથી પહેલા તમે આવકવેરા વિભાગની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર લોગીન કરો. લોગીન કરવા માટે તમારો યૂઝર આઇડી, પાન કાર્ડ નંબર હશે. જો તમે પહેલેથી રજિસ્ટર ન હોય તો રજિસ્ટર કરો.
 
2: ઉપર આપવામાં આવેલી આવકવેરા વિભાગની વેબસાઇટ પર રજિસ્ટર કર્યા બાદ તમને આધાર નંબર અને પાન કાર્ડ સાથે લિંક કરવાનું કહેવામાં આવશે. તમારે તમારો આધાર નંબર આપેલા કોલમમાં ભરવો પડશે. ત્યાર બાદ તમારો આધાર નંબર પાન નંબર સાથે લિંક થઇ જશે. જો આધાર નંબર ન હોય તો તેને ખાલી છોડીને આગળ ચાલો. આધાર નંબર ન હોય તો તમારે આઇટીઆર ફોર્મ Vને સહી કરીને બેંગલોર મોકલવો પડશે.
 
3: આધાર નંબરને પાન સાથે લિંક કર્યા બાદ લેફ્ટ સાઇડમાં બનેલા ક્વિક ઇ ફાઇલ આઇટીઆર લિંક પર ક્લિક કરો. તેમાં ઉપરના ખાનામાં ડાઉનલોડ ટેબ જોવા મળશે. ફોર્મ ડાઉનલોડ કરતા પહેલા એસેસમેન્ટ યર 2015-16 સિલેક્ટ કરો અને પોતાના હિસાબથી આઇટીઆર ફોર્મ ડાઉનલોડ કરો.
 
4: એસેસમેન્ટ યર સિલેક્ટ કર્યા બાદ ફોર્મ 1 સિલેક્ટ કરો. ફરી પાન નંબર નાખો. અહીં તમે અગાઉના વર્ષનું ભરેલુ રિટર્ન ચેક કરો. તમારી પૂરી જાણકારી પાછલા વર્ષના ભરેલા રિટર્નમાંથી લેવામાં આવશે. ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે શું તમે ડિજીટલ સહી કરવા માગો છો. જો તમારી પાસે ડિજીટલ સિગ્નેચર ન હોય તો તમે નો પર ક્લિક કરીને આગળ વધો.
 
5: હવે તમે તમારી પર્સનલ જાણકારી ભરો. જો તમે પહેલેથી ઓનલાઇન રિટર્ન ભરી રહ્યા હોય તો અહીં મોટા ભાગની જાણકારી પહેલેથી જ ભરાઇને આવશે. તેની થોડા નીચે તમારે ફિલિંગ સ્ટેટસમાં રોજગારદાતાની કેટેગરી અને રેસિડેન્શિયલ એડ્રેસ ખુદ ભરો. ટેક્સ સ્ટેટસને સિલેક્ટ પર જ છોડી દો. રિટર્ન ફાઇલ અંડર સેકશનમાં બિફોર ડ્યૂ ડેટ ભરી દો. ઓરિજીનલ કે રિવાઇઝડ રિટર્નમાં ઓરિજીનલ સિલેક્ટ કરો. તેની સૌથી નીચે આધાર નંબર માગવામાં આવશે. જો હોય. તો ફીડ કરો.
 
6: હવે સેવ ડ્રાફ્ટ કરો અને આગળના ટેબ ઇનકમ ડિટેલ્સ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને સૌથી ઉપર ઇનકમ ફોર્મની સેલરી દેખાશે. તેમાં તમે રોજગારદાતા પાસેથી મળેલા ફોર્મ 16માંથી જાણકારી લો. ટાઇપ ઓફ હાઉસ પ્રોપર્ટી ઓપ્શનમાં સેલ્ફ ઓક્યુપાઇડ કરો. તેની નીચે Income from one house property માં તે રકમને સાઇન સાથે ભરો જે તમારી હોમ લોનના રિપેમેન્ટમાં વ્યાજ તરીકે કાપવામાં આવે છે. આ તમને ફોર્મ 16માંથી મળશે. તેની નીચે બેન્ક એફડી અથવા સેવિંગ એકાઉન્ટથી થયેલી આવક ભરવી પડશે. તેને ભરતા તમને સામે ગ્રોસ ટોટલ ઇનકમ જોવા મળશે.
 
7: હવે તમારે VI A હેઠળ આવનારા ડિડક્શન ભરવાનું રહેશે. આ દરેક જાણકારી તમને ફોર્મ 16થી મળી જશે. ત્યાર બાદ કુલ ડિડક્શન્સ અને ટેક્સેબલ ઇનકમ વાળા ખાનામાં રકમ તેની મેળે જ આવી જશે. જો તમને કોઇ શંકા હોય તો તમે તેને ફોર્મ 16 સાથે મેચ કરી શકો છો.
 
8: હવે સેવ ડ્રાફ્ટ કરો અને આગળના ટેબ ટેક્સ ડિટેલ્સને ક્લિક કરો. અહીં ડિટેલ્સ ઓફ ટેક્સ ડિટક્ટેડ at source from income other than salary માં એન્ટ્રી કરવા તમે તમારુ ટીડીએસ સટ્રિફિકેટ કે ફોર્મ 16 જુઓ.
 
9: જો તમે એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો ડિટેલ્સ ઓફ એડવાન્સ ટેક્સ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ પેમેન્ટમાં દેખાડશે. હવે સેવ ડ્રાફ્ટ કરો અને આગળના ટેબ Tax paid and verification પર ક્લિક કરો. તેમાં ઉપરના હિસ્સામાં ડેટા તેની જાતે જ આવશે. નીચેના હિસ્સામાં બેન્ક એકાઉન્ટની જાણકારી માગવામાં આવશે તમારી પાસે જેટલા પણ બેન્કના એકાઉન્ટ છે તેની જાણકારી તમે તેમાં ભરી દો કોઇ દાન કર્યું હોય તો તમે આગળના ટેબ 80G માં તેની જાણકારી આપો. ફરી સેવ ટ્રાફ્ટ કરો અને સબમિટ ટેબ પર ક્લિક કરો.
 
11: સબમિટ ટેબ પર ક્લિક કર્યા બાદ તમારી પાસે 1, 2 અને 3 વિકલ્પ આવશે. તમે વિકલ્પ 3 પર ક્લિક કરો. ત્યાર બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને આપવામાં આવેલી જગ્યામાં ભરો અ સબમિટ આધાર ઓટિપી પર ક્લિક કરો.
 
12: તેના પછી તરત જ તમારા મોબાઇલ પર એક એસએમએસ આવશે જે તમારું રિટર્ન ઇ-વેરિફાઇડ થઇ ગયું છે એટલે કે તમારુ રિટર્ન ભરવાનું કામ પૂરું થઇ ગયું છે.
 
13: હવે તમારી પાસે Click here to download attachment નો એક ટેબ આવશે. તેની પર ક્લિક કરો અને પોતાના ભરેલા આઇટીઆર ફોર્મને ડાઉનલોડ કરી લો. ફરી આ ફોર્મ પર પોતાની સાઇન કરો અને 120 દિવસોની અંદર તેને સાધારણ પોસ્ટ ઓફિસમાંથી નીચેના એડ્રેસ પર મોકલી આપો.
 
Income-Tax Department-CPC
Post Bag No-1
Electronic City Post Office, Bangalore - 560 100
Karnataka

Loading...

Loading...