ગિરનાર પરિક્રમાના યાત્રાળુઓ માટે જૂનાગઢ-સતાધાર ખાસ ટ્રેન શરૂ કરાઇ: કોચ વધારાયા

03 Nov, 2014

ગિરનારની લીલી પરિક્રમામાં ભાવિકોની ભીડને ધ્યાનમાં લઇ રેલતંત્રએ સતાધાર-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેમજ રાજકોટ-વેરાવળ ટ્રેનોમાં વધારાના બે કોચ જોડાયા છે.

પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે રવિવારે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી તેમાં રેલ સત્તાવાળાઓએ આ જાહેરાત કરી હતી. એસ.ટી. તંત્ર દ્વારા વધારાના રૂટો શરૂ કરાયાની જાણ કરવામાં આવી હતી. જીલ્લા કલેકટરે જંગલ વિસ્તારના રસ્તાઓ રિપેરિંગ, માર્ગો ઉપર સાઇન બોર્ડ મૂકવા, ટ્રાફિક નિયમન, તબીબી સુવિધા, પાણીની ટાંકીઓ, કલોરીનેશન, ગિરનાર પર્વત ઉપર લાઇટો ચાલુ કરવા, કાયદો વ્યવસ્થા, ગુણવતાવાળી આવશ્કય ચીજવસ્તુઓ મળી રહે તે જોવા સંબંધિત સત્તાવાળઓને તાકીદ કરી હતી તેમજ પત્રકારોને તેમના ઓળખકાર્ડના આધારે વાહન સાથે પ્રવેશ આપવા બંને રેન્જના આર.એફ.ઓ.ને. સૂચના આપવામાં આવી હતી.