આ એક ભૂલથી બંધ થઇ શકે છે તમારું ફેસબુક અને વૉટ્સએપ, જાણો કેમ?

25 Jul, 2016

એન્ડ્રોઇડ યૂઝર્સને હંમેશા કોઇને કોઇ એપ્સ બંધ થઇ જવાની કે ના ચાલવાની સમસ્યા આવતી રહે છે, અમારી પાસે પણ ફરિયાદો આવી છે કે, ફોનમાં ફેસબુક, વૉટ્સએપ કે બીજી અન્ય કોઇ સોશ્યલ મીડિયા એપ રન નથી થઇ રહી. જોકે, આનું કારણ ફોનમા સેટિંગ્સ બગડી જવાનું હોય છે. થોડાક સેટિંગ્સને ચેન્જ કરવાથી બધુ બરાબર કરી શકાય છે.
કેટલીકવાર ફોનમાં નોટિફિકેશન નથી આવતા, ફોટો ઉડી જાય છે કે ફેસબુક પર વીડિયો નથી ચાલતો, એન્ડ્રોઇડના આવા કૉમન પ્રોબ્લમ્સને તમે અહીં બતાવેલા સેટિંગ્સમા ફેરફાર કરીને રિપેર કરી શકો છો.
* Background ડેટા ઓફ કરી દીધો હોય તો
 
સૌથી કૉમન ભૂલ, જે લોકો કરે છે તે છે ઇન્ટરનેટથી વર્ક કરનારી એપ્સનો બેકગ્રાઉન્ડ ડેટા ઓફ કરવો. આનાથી ફાયદો એ છે કે ડેટા પેક ઓછુ વપરાય છે, પણ નુકશાન પણ છે કે જે તે એપ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરવાનું બંધ કરી દે છે.
 
ઉદાહરણ તરીકે, જો તમે ફોનનો બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દીધો હશ તો ના વૉટ્સએપનું કોઇ નોટિફિકેશન આવશે ના તો કોઇ મેસેજ. જ્યાં સુધી વૉટ્સએપને ઓપન કરીને તેને 20 સેકન્ડ સુધી ખુલ્લી નહી રાખો ત્યા સુધી કોઇ મેસેજ તમને ડિલીવર નહી થાય. એટલુ જ નહી તમે કરેલો મેસેજ કે ફોટો પણ સામેવાળાને સેન્ડ નહીં થાય.
 
* કેવી રીતે કરશો ઠીક
 
જો તમે બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરીને રાખ્યો હશે તો Settings>Data Usage> Whatsapp પર જાઓ. ત્યાં જઇને Restrict Background Data ઓપ્શનને અનચેક કરો. જો તે પહેલાથીજ અનચેક હોય તો Settings>Application settings> Whatsapp પર જઇને Show Notifications ઓપ્શન જુઓ. જો તે અનચેક હોય તો ચેક કરી દો. આવું જ ફેસબુકમાં પણ કરો.


* જો એપ ભૂલથી Disable થઇ ગઇ તો
 
એવુ ખાસ કરીને ફેસબુક સાથે થાય છે. ફેસબુક સિવાય જે પણ એપ ફોનમાં પહેલાથી ઇન્સ્ટૉલ થઇને આવી હોય તેને ભૂલથી ડિસેબલ કરી દીધી તો તે કામ નહી કરે.
 
* તેને ઠીક કરવા માટે

સૌથી પહેલા Settings>Application Manager પર જાઓ, ત્યારપછી માની લો કે, ફેસબુક કામ નથી કરતી તો તેના સેટિંગ્સમાં જાઓ અને Enable App ઓપ્શન જુઓ. જો આ સેટિંગ્સ બરાબર હોય તો Disable App ઓપ્શન દેખાશે. જો Enable નો ઓપ્શન દેખાય તો સમજવું કે તમે આ એપને બંધ કરીને રાખી છે. કેટલાક ફોન્સમાં Disable અને Enableની જગ્યાએ Turn On, Turn Off ઓપ્શન પણ હોઇ શકે છે.


* જો ભૂલથી સિલેક્ટ કરી દીધું Clear Data
 
જો તમે ના ઇચ્છતા હોય કે વૉટ્સઅપના બધા ફોટોઝકે ફેસબુકનું બધુ સેટિગ્સ જતુ રહે અને ફરીથી તમારે એપ ઇન્સ્ટૉલ કરવી પડે તો Clear Data ઓપ્શન પર ક્યારેય ક્લિક ના કરો. આ ઓપ્શન Settings> Application Manager પર એપ સેટિંગ્સના અંદર મળશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી એપનો બધો ડેટા ડિલીટ થઇ જાય છે. આ પહેલા એક વૉર્નિંગ મેસેજ પણ આપવામાં આવે છે. જો તમે ડેટા ક્લિયર કર્યો તો વૉટ્સએપને રિઇન્સ્ટૉલ કરવી પડશે. ત્યારપછી ઇન્સ્ટૉલ બેકઅપ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આનાથી જુના ફોટોઝ અને મેસેજ પાછા મળી શકે છે.


* Force stop પર ક્લિક કરી દીધું તો
 
જો તમે ફોર્સ સ્ટૉપ ઓપ્શન પર ભૂલથી ક્લિક કરી દીધું તો એપ કામ કરવાનું બંધ કરી દેશે. ત્યારપછી તેને ફોર્સ સ્ટાર્ટ કરવી પડશે અથવા તો ઓટો અપડેટ પછી ઓટોમેટિક સ્ટાર્ટ થશે.
 
* આ રીતે કરો ઠીક
 
Settings> Application Manager પર જાઓ. જે એપ કામ નથી કરી રહી તે એપ પર ક્લિક કરો અને ફોર્સ સ્ટાર્ટ ઓપ્શન સિલેક્ટ કરો. એપ કામ કરવા લાગશે. જો આમ કર્યા પછી પણ એપ કામ કરવા ના લાગે તો ગુગલ પ્લે સ્ટૉર પર જઇને તેનુ અપડેટ્સ ઇન્સ્ટૉલ કરો. કેમકે ઘણીવાર એપડેટ્સ ઇન્સ્ટૉલ ના કરવાના કારણે પણ આવું બનતુ હોય છે.

* અપડેટ્સ અનઇન્સ્ટૉલ કરી દીધું તો
 
વૉટ્સએપ અને ફેસબુક જેવી સોશ્યલ મીડિયા એપ્સમાં આવો પ્રોબ્લમ્સ આવતો રહે છે. જો તેનું અપડેટ્સ ડાઉનલૉડ ના કર્યું હોય તો તે બંધ થઇ જાય છે. તમે ભૂલથી અપડેટ્સ ઇન્સ્ટૉલ કરી દીધુ હોય તો પણ એપ્સ કામ નથી કરતી. એટલે જો કોઇ એપ્સ કામ ના કરતી હોય તો સૌથી પહેલા તેને ગુગલ પ્લે સ્ટૉરમા જઇને એપ્સ અપડેટ્સ જુઓ. જો અપડેટ્સ કરવાનું દેખાય તો અપડેટ્સ કરી દો. નવા અપડેટ્સથી બગ પણ દુર થઇ જાય છે અને એપ્સ બરાબર કામ કરે છે.