National

માત્ર પાંચ મિનિટમાં થશે આ સ્માર્ટફોન ચાર્જ, જાણો તેના વધુ ફીચર એક ક્લિક પર

ઓપોએ સૌથી સ્લિમ સ્માર્ટફોનનું વેચાણ ભારતીય બજારમાં શરૂ થઇ ગયું છે. ભારતમાં ઓપો-આર5ની કિંમત 29,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2015થી ફોનની પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવી હતી. હાલમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે આ ફોનનું વેચાણ રિટેલ સ્ટોર્સ ઉપર શરૂ થઇ ગઇ છે. ઓપો આર-5ની જાડાઇ લગભગ 4.85 એમએમ છે. ઓપ આર-5માં 5.2 ઇંચની ફુલ એચડી અમોલેડ સ્ક્રિન આપવામાં આવી છે.

આ ફોનમાં ક્વાડ 2.1 ગીગાહડર્ઝ+ક્વાડ1.5 ગીગાહર્ઝ, ક્વાલકોમ સ્નૈપડ્રેગન 615 પ્રોસેસર સાથે છે. આ સિવાય આ ફોનમાં 2જીબી રેમ અને 16 જીબી ઇન્ટનલ સ્ટોરેજની સુવિધા આપવામાં આવી છે. ફોનમાં એક્સટર્નલ મેમરી માટે માઇક્રોએસડી કાર્ડની જગ્યા આપવામાં આવી નથી. ઓપો આર-5માં રેપિડ ચાર્જિંગ ટેક્નોલોજી VOOCનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની બેટરી 2000mAhની છે જે 0 થી 75 ટકા સુધી માત્ર 30 મિનિટમાં ચાર્જ થઇ જશે. આ સિવાય માત્ર પાંચ મિનિટના ચાર્જિંગમાં આ ફોન ઉપર બે કલાક વાત કરી શકાશે. ઓપો આર-5માં રિયર 13 મેગાપિક્સલ કેમેરા અને ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4.4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપેર આધારિત છે.

Releated News