કમૂરતાં થયા પૂર્ણ, નવા ગૃહપ્રવેશ માટે આ વર્ષમાં કયો સમય રહેશે શ્રેષ્ઠ+શુભ?

15 Jan, 2016

 વર્ષ 2016 શરૂ થઈ ગયું છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યો છે જેના લીધે દેવતાઓનો સમય શરૂ થયો છે. આ સમયમાં કરવામાં આવેલા દરેક કામ સફળ થતા હોય છે. નવા ઘરમાં પ્રવેશ ક્યારે કરવો જોઈએ તેને લઈને અનેક લોકોના મનમાં દ્વિદ્વા હોય છે. ત્યારે અમે આજે જણાવીશું આ વર્ષે કયા અને કેટલા શુભ મુહૂર્ત છે.

 
ભારતીય જ્યોતિષ પ્રમાણે ગૃહ પ્રવેશ માટે કયા નિયમો ધ્યાન રાખવા જોઈએ-
 
માણસનાં જીવનમાં પોતાનું મકાન હોવું એ એક બહુ મહત્વની બાબત હોય છે. જિંદગીમાં ઘણા બધા સંઘર્ષ કર્યા પછી માણસ પોતાના મકાન રૂપી મુકામ સુધી પહોંચી શકતો હોય છે. માણસનાં જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં રોટી, કપડા અને મકાન એ ત્રણ મુખ્ય બાબતો છે. દરેક માણસ સમજણો થઇ જાય ત્યારથી તેનાં મનમાં એક કોડ હોય છે કે મારું પણ એક મકાન હોય. સ્થૂળ અર્થમાં મકાન એટલે રેતી, ઇંટ અને પથ્થરથી બનાવેલું મકાન દિલમાં તો એ એક એવું ઘર હોય છે જેમાં પ્રવેશ્યા પછી માણસ પોતાની તમામ વ્યથાઓ ભૂલી જઇ એક હળવાશનો અનુભવ કરી શકે. પ્રત્યેક વ્યક્તિનું એક એવું સપનું હોય કે મારું એવું ઘર હોય જેમાં હું મારા પરિવાર સાથે આનંદ અને પ્રસન્નતાપૂર્વક રહી શકું. એવુ ઘર જેમાં સુખ હોય, શાંતિ હોય અને દુનિયાભરની ખુશીઓ લહેરાતી હોય. અથાક પરિશ્રમ કર્યા પછી માણસ પોતાનું ઘર તૈયાર કરે અથવા ખરીદે ત્યારે એ ધરમાં પ્રવેશવા માટે નો શ્રેષ્ઠ સમય કયો?
 
ભારતીય જયોતિષ શાસ્ત્રમાં એ અંગેનાં કેટલાક સ્પષ્ટ નિર્ણયો અને માર્ગદર્શન આપેલા છે. ગૃહ પ્રવેશ કરવા માટેનાં કેટલાક ચોકકસ નીતિ-નિયમોનું પાલન કરી, ધાર્મિ‌ક વિધિ-વિધાન કરીને ગૃહ પ્રવેશ કરવાથી એ ઘરમાં રહેનાર લોકોનાં સ્વાસ્થ્ય અને મનની શાંતિ અનુભવાતી જોવા મળે છે. એમ કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં પણ બરકત રહેતી જોવા મળે છે. શાસ્ત્રોકત વિધિ-વિધાન માણસનાં જીવનમાં આવતા અને અનુભવાતા સંકટો અને મુશ્કેલીઓ સામે ઝઝુમવાની શક્તિ પણ આપે છે.
 
ભારતીય જયોતિષ શાસ્ત્રમાં ગુહ પ્રવેશનાં ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. મહર્ષિ‌ વસિષ્ઠનાં મતાનુસાર નવા મકાનમાં ગૃહપ્રવેશ ને 'અપૂર્વસંજ્ઞક’ શબ્દથી નવાજવામાં આવ્યો છે. યાત્રા પૂર્ણ કર્યા પછી ઘરે પાછા ફરવું તે 'સપૂર્વસંજ્ઞક’ કહેવાય છે. અને નષ્ટ થયેલા મકાનને ફરી બનાવ્યા પછી (જીર્ણોદ્ધાર) નાં પ્રવેશને 'દ્વન્દાહ’ કહેવામાં આવે છે. સર્વ પ્રકારની સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શુક્લ પક્ષમાં ગૃહપ્રવેશને પ્રાધાન્ય આપેલ છે. ગ્રહણની તિથિ, નક્ષત્ર અને પાપ ગ્રહોથી યુક્ત લગ્ન પણ પ્રવેશ માટે વર્જ્ય ગણવામાં આવ્યા છે.

Loading...

Loading...