શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોક્‍સ, ન્‍યુજર્સી, USA દ્વારા પૂર્વ રાષ્‍ટ્રપતિ ડો.એપીજે અબ્‍દુલ કલામને શ્રધ્‍ધાંજલીઃ

31 Jul, 2015

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ પીપલ્‍સ પ્રેસિડન્‍ટની છબી ધરાવતા પૂર્વ રાષ્‍ટ્રપતિ ડો.એપીજે અબ્‍દુલ કલામને મણિનગર, શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન-શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોકસ, ન્‍યુજર્સી, યુ.એસ.એ.ગાદી સંસ્‍થાનના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામી મહારાજે તથા સંતો ભક્‍તોએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. ૨૭ જુલાઇ ૨૦૧૫ના રોજ શિલોંગ મુકામે આઇ.આઇ.એમ.માં લેકચર આપતી વખતે જ તેઓ અમર થઇ ગયા.

         શ્રધ્‍ધાંજલી પ્રસંગે આચાર્ય સ્‍વામીશ્રીના સાથે સંતો-ભક્‍તો તથા નાના ભુલકાઓએ મીણબત્તી પ્રગટાવી સાથે મળી ધૂન તથા પ્રાર્થના કરી અંજલિ અર્પણ કરી હતી.
         ઉલ્લેખનીય છે કે સ્‍વ.એપીજે અબ્‍દુલ કલામ તથા ગાદી સંસ્‍થાનના આચાર્ય વચ્‍ચે ૨૦૦૨ તથા ૨૦૦૫ની સાલમાં મુલાકાત થઇ હતી.તેવું શ્રી સુર્યકાંત જાદવાના અહેવાલ તથા ફોટાઓ દ્વારા પૂ.શ્રી ઘનશ્‍યામ વિજયજીની યાદી જણાવે છે.