National

આ કમાન્ડોના પેટમાં વાગી હતી છ ગોળીઓ, કલાક સુધી લડતો રહ્યો આતંકીઓ સાથે

પઠાનકોટ એરફોર્સ સ્ટેશનમાં આતંકીઓને શોધવા માટે કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ગરુડ કમાન્ડો ફોર્સ ગુરસેવક અને શૈલભની નજર સૌથી પહેલા ઝાડી પાછળ છુપાયેલા આતંકવાદીઓ ઉપર પડી હતી. તેમણે આતંકવાદીઓને જોતાની સાથે જ ફાયરિંગ શરૂ કર્યું હતું. સામે આતંકવાદીઓએ પણ ફાયરિંગ કર્યું હતું. તેમાં શૈલભને છ ગોળી વાગી હતી. તેમ છતાં તે એક કલાક સુધી આતંકવાદી સાથે લડતો રહ્યો હતો.

 
મોડલિંગનો છે શોખ: શૈલભના મોટા ભાઈ વૈભવના જણાવ્યા પ્રમાણે શૈલભને મોડલિંગનો ખૂબ શોખ છે. તે તેના સ્કૂલ અને કોલેજના દિવસોમાં મોડલિંગ પણ કરતો હતો. 
 
એક થયા શહીદ તો બીજાની ચાલે છે સારવાર
 
હરિયાણાના ગરનાલામાં રહેતા ગરુડ કમાન્ડો ગુરસેવક સિંહ દુશ્મનો સાથે લડતા લડતા શહીદ થઈ ગયા. જ્યારે દીલીપગઢમાં રહેતા ગરુડ કમાન્ડો શૈલભ ગૌડે એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. તેમના પેટમાં છ ગોળીઓ વાગી હતી. હાલ તેમનો ઈલાજ પઠાનકોટની સેના હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. 
 

Releated News